Sunday, April 20, 2025

ટંકારા તાલુકાના હડમતિયાન સહિતના આજુબાજુના ગામડાઓને મચ્છુ -૧ ડેમમાથી સિંચાઈનુ પાણી છોડવાની માંગ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા તાલુકાના સેક્શન-૨ માં આવતા ગામડાઓ જેવા કે હડમતિયા, લજાઈ, ઘુનડા, સજનપર, કોઠારીયા જેવા અનેક ગામોને સિંચાઈ નું મચ્છુ -૧ ડેમની નહેર વાટે પાણી આપવા અમારી માંગણી છે. આ પહેલાની અમારી જુની માંગણી એ છે કે સેક્શન-૨ સુધી ૬ કિલોમીટર પાઈપ લાઈન નાખીને નીચેના ગામોને પાણી પહોંચાડવામાં આવે અનેક ગામના ખેડુતોના પાક મુરઝાઈ રહ્યા છે ત્યારે મોરબી સિંચાઈ વિભાગના ડેપ્યુટી ઈજનેર ભોરણીયાને તેમજ ટંકારા – પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને આવેદનપત્ર આપી વહેલી તકે પાણી છોડવા માટે વિનંતી કરવામાં આવી છે

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ચાલુ વર્ષે વરસાદ ખેચાયો છે જેથી કરીને ખેડુતોનો પાક ઉપર સંકટ ઊભું થયું છે ત્યારે મચ્છુ -૧ ડેમમાંથી ખેડૂતોને કેનાલ મારફતે પાણી આપવામાં આવે તેવી ટંકારા તાલુકાના ખેડૂતોએ મોરબી સિંચાઈ વિભાગ કચેરી તેમજ ટંકારા – પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને આવેદનપત્ર આપી વહેલી તકે પાણી છોડવા રજૂઆત કરી છે. ખેડૂતોના ખેતરમાં ઊભા પાકને બચાવવા માટે સિંચાઈના પાણીની જરૂર છે ત્યારે પાણી ન મળે તો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. જેથી કરીને વહેલી તકે મચ્છુ-૧ ડેમની કેનાલ સાફ સફાઈ કરી સિંચાઇ માટેનું પાણી છોડાવવામાં આવે તેવી માંગ કરેલ છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર