મોરબીના પાનેલી ગામે બે પરીવાર વચ્ચે બબાલ થતા સામસામે ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી તાલુકાના પાનેલી ગામે શેરીમાં કચરો વાળવા તથા પોદરા લેવા બાબતે બબાલ થતા બે પરીવાર બાખડયા હતા. જેથી બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પાનેલી ગામે ગોપાલ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ શાંતિલાલ કંજારીયા (ઉ.વ.૩૦) એ આરોપી સહદેવભાઈ ભાણજીભાઈ કંજારીયા, ધરમશીભાઈ ભાણજીભાઈ કંજારીયા, નીમુબેન સહદેવભાઈ કંજારીયા, નીમુબેન ધરમશીભાઈ કંજારીયા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદીના બા ગૌરીબેન સાથે આરોપી નીમુબેન સાથે તેના ઘરના બીજા બૈરાઓએ પોતાના મકાનની પાછળની શેરીમાં પોતાના મકાન સામે કચરો વાળવા તથા પોદરા લેવા માટે બોલાચાલી કરી ઝઘડો થયેલ હોય જેથી ફરીયાદી તથા સાહેદો આરોપીઓના ઘરે સમજાવવા માટે જતા સારૂ ન લાગતા તેઓ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદી તથા સાહેદ ગૌરીબેન, જયેશને લોખંડના પાઇપ અને કુહાડી તથા છુટા પથ્થરના ઘા મારી ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે સામા પક્ષે મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા સહદેવભાઈ ભાણજીભાઈ કંજારીયા (ઉ.વ.૩૬) એ તેમના જ ગામના આરોપી ગૌરીબેન ઉર્ફે ભુરીબેન શાંતીલાલ, જીતેન્દ્રભાઇ શાંતીલાલ, વર્ષાબેન શાંતીલાલ, ગૌતમભાઇ લખમણભાઇ કંજારીયા, જયેશભાઇ શાંતીલાલ કંજારીયા, અરવિંદભાઇ લખમણભાઇ કંજારીયા, શાંતીલાલ ડુંગરભાઇ, લખમણભાઇ ડુંગરભાઇ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ ફરીયાદિના ઘરે પોદળો નાખી ગયેલ હોય જેથી વૈશાલીબેન આરોપીઓને કહેવા જતા આરોપીઓએ ભુંડા બોલી ગાળો આપી જીવલેણ હથિયાર ધારણ કરી ફરીયાદિ તથા સાહેદ નીશાબેન, વૈશાલીબેન તથા ધરમશીભાઈને ધોકા, લોખંડના પાઇપ વડે મારમારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બંને પક્ષો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવતા આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.