મોરબીના પાનેલી ગામમાં મસાણી મેલડી માઁ નો તિથી માંડવો અને શનિદેવ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે
મોરબી તાલુકાના પાનેલી ગામમાં મસાણી મેલડી માઁનો તિથી માંડવો તથા શનિદેવ મહારાજની મુર્તિ-શીલા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાશે. આ ઉજવણી આગામી ૨૬ માર્ચ, ૨૦૨૫ના રોજ દાતાશ્રીઓના સહયોગથી યોજાશે. માંડવા તથા યજ્ઞ નિમિત્તે થતી આવક ગૌસેવાના પવિત્ર કાર્ય માટે ખર્ચવામાં આવશે. આ પ્રસંગે બપોરે ૧૧:૩૦ કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી તાલુકાના પાનેલી ગામમાં આગામી ૨૬ માર્ચ, ૨૦૨૫ના રોજ વિશેષ ધાર્મિક મહોત્સવ યોજાવાનો છે. મસાણી મેલડી માઁનો તિથી માંડવો તથા શનિદેવ મહારાજની મૂર્તિ-શીલા પ્રાણપ્રતિષ્ઠા વિધિઓ ધામધૂમથી ઉજવાશે. આ મહોત્સવ દાતાશ્રીઓના સહયોગથી ભક્તિભાવપૂર્વક યોજાશે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેશે. શનિદેવ મહારાજના યજ્ઞ અને તિથી માંડવા દરમ્યાન થતી તમામ આવક ગૌસેવા માટે સમર્પિત કરવામાં આવશે. આ પ્રસંગે સ્થાનિક ભક્તજનો અને દાતાશ્રીઓએ વધુમાં વધુ સંખ્યામાં પધારી ધાર્મિક મહોત્સવને યશસ્વી બનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.