Monday, September 30, 2024

પાલિકા ની પ્રીમોનસુન કામગીરીની પોલ ખુલી, થોડા જ વરસાદમાં રોડ પર પાણી ભરાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગઈકાલે સાંજના સમયે મોરબીમાં વરસાદ શરૂ થયો હતો. મોરબી શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં થોડી વાર માટે સારો એવો વરસાદ વરસ્યો હતો. ત્યારે માત્ર ૧૯ mm વરસાદમાં જ મોરબી માં રસ્તાઓ જાણે જળબંબાકાર બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.

તો બીજી તરફ મોરબી ના સનાળા રોડ પર પણ અમુક જગ્યા એ ઢીચણ સમાણા પાણી ભરાયાં હતાં. લાતી પ્લોટ વિસ્તારમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી મોરબીના લાતી પ્લોટ માં પણ પાણી દર વર્ષની જેમ સ્થિતિ ઠેર ની ઠેર હોઈ તેવું લાગી રહ્યું છે ત્યારે એક નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ પ્રિ મોનસુનની કામગીરી પર સીધો પ્રશ્ન છે કે જે પ્રિ મોનસુનની કામગીરી રાજ્યકક્ષાના મંત્રીના માર્ગદર્શન હેઠળ થઈ હોય એમાં પણ લોટ પાણી ને લીટા ??

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર