પરિસ્થિતિ જૈસે થે: પાલિકાએ કરેલા દંડ અને ફોટા સેશનની પશુધન પર કોઈ અસર નહીં
सुबह का भुला शाम को घर आ जाये तो उसे भुला नहीं कहते
આ ઉપર લખેલી કહેવત મોરબીનાં રોડ પર અડિંગો જમાવીને બેઠેલા પશુધને સાર્થક કરી છે…આવું એટલા માટે અમે લખી રહ્યા છીએ કેમ કે મીડીયામાં રખડતા પશુધન લઈને વિડિયો તેમજ સમાચાર પ્રસિદ્ધ થયા હતા ત્યારે આટલી બધી રજુઆતબાદ પાલિકાના શર્મ વગરના અધિકારીઓને શર્મ આવતા પશુધનને પકડવા માટે ટીમ બનાવીને કામગીરી સોંપવામાં આવી હતી. ત્યારે સફાળું તંત્ર જાગી ને મોરબી બેઠા પુલ પાસેથી ખાનગી વ્યક્તિની બે ભેંસ ડબ્બે પુરવામાં આવી હતી અને રૂપિયા 6000નો દંડ ફટકારી વસુલાત કરવામાં આવી હતી.
પરંતુ સાંજ પડતાં મોરબીના રોડ રસ્તાઓ પર પશુધનના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને પરિસ્થિતિ જૈશે થે તેવી જ જોવા મળી હતી.જે લોકો સવાર માં પાઇપ નાં દંડા સાથે આ પશુધનને હટાવી રહ્યા હતા તે ગુમ થઈ ગયા હતા. જેથી કહી સકાય કે પાલિકાએ ફોટો સેશન જ કર્યું હતું અને દંડ ફટકારવામાં આવ્યો હતો તે પાણીમાં ગયું હતું અને લોકો ને તેને તેજ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
પરંતુ મોરબી શહેરીજનોને આ પશુધનના આતંક થી કાયમી છુટકારો મળશે કે પછી પાલિકા સસ્તી પ્રસિદ્ધિ મેળવી લોકોને ગુમરાહ જ કરતી રહશે તે પણ એક સો મણનો સવાલ છે