પગભર ટીમ અને સ્વામિનારાયણ મંદિર મહિલા મંડળના સયુંકત ઉપક્રમે મેન્સટુયુઅલ અવેરનેસ કેમ્પ યોજાયો
રાજકોટ: પગભર ટીમ અને સ્વામિનારાયણ મંદિર મહિલા મંડળ સયુંકત ઉપક્રમે મેન્સટુયુઅલ અવેરનેસ કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ૬૦થી વધુ મહિલાઓ હાજર રહી હતી અને પીરીયડસ ઉપરાંત મહિલાઓને પગભર એ દાદાજી ગ્રુપ ઓફ કંપનીઝનું એક સાહસ છે, જે મહિલા માટે મહિલાઓથી અને મહિલા દ્વારા ચાલતું સાહસ છે જે વિદ્યાર્થીઓમાં માસિક અંગે જાગૃતિ લાવવા માટે અલગ- અલગ સ્કુલ, કોલેજ, સંસ્થા, ઓર્ગેનાઈઝેશનમાં સેમીનાર આપવાનું કાર્ય કરે છે.
તેમનો મુખ્ય ઉદેશ્ય વિદ્યાર્થીઓ અને છેવાડામાં રહેતી મહિલાઓ પણ આ અંગે જાગૃતિ મેળવી અને માસિક દરમિયાન સ્વચ્છતા જાળવે તો ઘણી-ખરી સમસ્યાઓનું સમાધાન મેળવી શકાય છે. પગભર પ્લાસ્ટિક ફ્રી પેડ્સ માટેની ઝુંબેશ ચલાવી રહ્યું છે, પગભરનો મુખ્ય ઉદેશ પ્લાસ્ટિક ફ્રી પેડ્સ અને મહિલાઓનું સ્વાસ્થ્ય સારું રહે સમાજની તરૂણી સ્ત્રીઓ અને ભવિષ્યનું ભારત આરોગ્યપ્રદ અને શસક્ત બને એવો છે સ્વામિનારાયણ મંદિર મહિલા મંડળની મહિલાઓને માહિતી આપવામાં આવી હતી.
આ જાગૃતા કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિર મહિલા મંડળના કવિતા બહેન અને સ્વામિનારાયણ મંદિર મહિલા મંડળનો ટીમ પગભરને ભરપુર સાથ અને સહકાર મળ્યો જેથી આ જાગૃત્તા સેમીનાર સફળતાપૂર્વક સંપન્ન થયો હતો . તેમજ આવા જાગૃતિ કાર્યક્રમ માટે ટીમ પગભરએ સંપર્ક નંબર ૯૯૦૯૪૮૭૮૮૭ પણ આપેલ છે.