મોરબી : રાણીબા પ્રકરણમાં વધુ બે આરોપીને જામીન મળ્યા
મોરબીની રવાપર ચોકડીએ અનુ.જાતિના યુવાનને પગાર આપવાને બદલે માર મારવાના પ્રકરણમાં રાણીબા સહિતના આરોપીઓને ઝડપી લઈને જેલહવાલે કરવામાં આવ્યા હતા જે આરોપીઓ પૈકી બે આરોપીઓએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી જેને હાઈકોર્ટે મંજુર કરતા બંને આરોપીનો જામીન પર છુટકારો થયો છે
મોરબીની રવાપર ચોકડીએ પગારની માંગ કરનાર અનુસૂચિત જાતિના યુવાનને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો આ બનાવ મામલે પોલીસ મથકમાં 12 વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ફરિયાદને પગલે આરોપી ડી ડી રબારીની ધરપકડ બાદ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ અને રાજ પટેલ એમ ત્રણ આરોપી પોલીસ સમક્ષ હાજર થયા બાદ રિમાન્ડ પુરા થતા જેલ હવાલે કરવામાં આવ્યા છે તેમજ પરીક્ષિત સુધીરભાઈ ભગલાણી, ક્રીશ મેરજા,પ્રીત વડસોલાની ધરપકડ કરી તેને પણ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ડી ડી રબારીની જામીન અરજી મંજુર થતા તે જામીન પર છે
જ્યારે રાણીબા સહિતના અન્ય આરોપીઓ હાલ જેલમાં બંધ હોય જે પૈકી આરોપી ક્રીશ મેરજા અને પ્રિત વડસોલાએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી જેને હાઈકોર્ટે મંજુર કરતા બંને આરોપીનો જામીન પર છુટકારો થવા પામ્યો છે