પદયાત્રી માટેનો કામધેનું પાર્ટી પ્લોટ પાસે જયમાં આશાપુરા પદયાત્રી સેવા-કેમ્પનો આવતીકાલથી પ્રારંભ
આવતી કાલ તા. ૨૨/૦૯/૨૦૨૪ ને રવિવારથી મોરબી બાયપાસ રોડ પર કાધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં જયમાં આશાપુરા સેવા કેમ્પનો પ્રારંભ થશે.
આ કેમ્પમાં મેડીકલને લગતી તમામ સુવિધા, અલ્પાહાર સાથે ચા-પાણીની સગવડ, રાત્રી રોકાણની સુવિધા, પદયાત્રીને સ્નાનકાર્ય માટે યોગ્ય વ્યવ્સ્થા, અત્યાધુનિક મસાજ, કસરતના સાધનો સાથે અનુભવી મેડીકલ ટીમ દ્વારા તમામ પ્રકારની સેવા ત્થા આગળ જતા પદયાત્રીને રસ્તામાં તકલીફનો પડે તે માટેની જરૂરીયાત મુજબની વસ્તુઓની સેવા જેવી અનેક પ્રકારની સેવા આપવામાં આવશે.
તો પદયાત્રીઓને સેવાનો લાભ આપવા અને જનતાજનાર્દનને આ સેવા-યજ્ઞમાં સ્વંયંભુ જોડાવવા જયમાં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પ સમીતીનું આહ્યવાન છે.