Monday, September 23, 2024

PACL INDIA LTD કંપનીમાં રોકાણકારોના ફસાયેલ નાણા બાબતે કંપનીના એજન્ટ દ્વારા કલેકટર ને રજૂઆત.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

૨૦૧૪ માં સેબી દ્વારા રોક લગાવ્યા PACL INDIA કંપનીમાં ઘણા ગ્રાહકોના રૂપિયા ફસાય ગયેલ હોઈ જે હજી સુધી પાછા મળ્યા ના હોઈ તે બાબતે કંપનીના એજન્ટ દ્વારા કલેકટરને આ પ્રશ્ન ને હલ કરવા રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવ્યું હતું કે,

અમો બધા મોરબી જીલ્લા મા PACL INDIA LTD કંપનીમાં એજન્ટ તરીકે છેલ્લા ઘણા સમય થયા કામ કરતા હતાં. આ કંપની વર્ષે ૧૯૮૩ માં DCA ( ડિપાર્ટર્સન્ટ ખોફ કંપની અફેર) માં રજીસ્ટર થયેલ કંપની હતી અને કંપની નું કામ નાની બચત નુ હતુ જેમા રોકાણ કરતા ગ્રાહકોને નક્કી કરેલ સમય મર્યાદામાં વ્યાજ સાથે રકમ આપવામાં આવતી હતી. પરંતુ વર્ષ ૨૦૧૪ મા SEBI દ્વારા કંપની પર રોક લગાવી દેવામા આવી, જેનો કેસ પ્રથમ હાઈકોર્ટ, SAT . અને સુપ્રીમ કોર્ટમા ચાલતા વર્ષ ૨૦૧૬ માં સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપેલ જેમા કંપની ની મિલ્કત વહેચી જે નાણા જમા થાય તે ગ્રાહક ને પરત કરવામાં આવે એવો ઓર્ડર કરવામા આવ્યો અને આ કાર્ય માટે એક કમીટી ની સ્થાપના કરવામાં આવી, જે કમીટીના અધ્યાક્ષ સ્થાને સુપ્રીમ કોર્ટના નીવૃત જજ શ્રી આર.એમ. લોઢા સાહેબ ની નિમણુક કરવા મા આવી. હાલમા આ કમીટી અને સેબી બંન્ને મળી ને કંપની ની મિલકતની હરરાજી તથા વેચાણ ની કાર્યવાહી કરે છે. જેના પરીણામે ૧ રૂા. થી ૧૦,૦૦૦ રૂપિયા સુધીની રકમ જે ગ્રાહકો ના કાગડો તથા સર્ટીફીકેટની યોગ્ય ખરાઈ થઈ છે એવા ગ્રાહકો ના ખાતામાં રૂપિયા જમા કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ ૧૦,૦૦૦/- થી ૧૫,૦૦૦ રૂપિયા સુધીની રકમ પરત કરવા માટે અસલ પ્રમાણપત્રો મંગાવવા મા આવ્યા છે જેની જાહેરાત દૈનિક સમાચાર પત્રો મા પણ આપવામાં આવી હતી. કોર્ટના આદેસ પ્રમાણે ગ્રાહકોના નાણા પરત કરવાનું કામ ચાલું છે અને અમે પણ પુરા ગુજરાત તથા અન્ય રાજ્યોના એજન્ટો મળી સંગઠન ના માધ્યમો થી સુપ્રિમ કોર્ટમા ચાલી રહેલ કેસ મા ગ્રાહકો ના નાણાં વહેલામાં વહેલી તકે આવે એ માટે અને સુપ્રીમકોર્ટ માં પક્ષ મુક્કી અથાગ પ્રયત્નો પણ ફરી રહ્યા છીએ.

છતા પણ ગ્રાહકો ના નાણા મળવામાં ખુબજ વિલંબ થઈ રહયો છે. સુપ્રીમ કોર્ટ ના આદેશ પ્રમાણે વર્ષ-૨૦૧૬ થી વર્ષ ર૦રર સુઘીમા સેબી દ્વારા ઓનલાઈન પેમેન્ટ ૧ થી ૧૫૦૦૦ રૂપિયા સુધીનું પેમેન્ટ કરવામાં આવી રહયું છે, તો માત્ર ને માત્ર ૫ થી ૧૦% ક્સ્ટમર ને મળેલ છે. તો સેબી દ્વારા જે ઓનલાઈન પેમેન્ટ કરવામાં આવી રહયું છે તે ઓફલાઈન કરી અને જીલ્લાવાર ઓફિસ ચાલુ કરી ત્યાં ડોક્યુમેન્ટ આપી અને તાત્કાલી પેમેન્ટ કરાવે. જો તે ના કરી શકતા હોય તો આનો તાત્કાલી કોઈ નીવારણ આપે.

આવી પરીસ્થીતી મા ઘણા ગ્રાહકો ઘીરજ ગુમાવી ધાક-ધમકી, ગાળાગાળી, અને મારામારી જેવી બાબતો ઉભી કરે છે. અમારા તરફથી સાચી અને યોગ્ય માહીતી સામે મુકવા છતા ધમકાવી, દબાવી અમારા રૂપિયા પરત આપી દો એવું વર્તન કરે છે, જેથી કરીને બધા એજન્ટ હાલ ભય ના માહોલ અંદર જીવી રહયા છે. ઘર ચલાવવા કામકાજ કરવું પણ ખૂબજ કઠીન બની ગયુ છે. આવા સમયમા એજન્ટો એ આત્મા હત્યા કરી હોય એવા દાખલા બન્યા છે જો આ બાબત ને યોગ્ય અને ઝડપી નિકાલ નહીં આવે તો અનેક એજન્ટ ની જિદગી નરક સમાન બની જો આપ સાહેબશ્રી ને અમારી હૃદય પૂર્વક વિનંતી છે કે આ બાબતે કંઈક યોગ્ય થાય.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર