નડિયાદની એનડી દેસાઈ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટમાં ગેસ લીકેજ થતાં ભયનો માહોલ સર્જાયો હતો. રાજ્ય સરકારના ઓક્સિજન પ્લાન્ટને માન્યતા પ્રાપ્ત એમડી દેસાઈ હોસ્પિટલમાં સવારે અચાનક ગેસ લીક થવાનું શરૂ થયું હતું. આ જ પ્લાન્ટથી હોસ્પિટલના દર્દીઓને ઓક્સિજન પૂરો પાડે છે. ઉલ્લેખનીય છે કે બુધવારે નાસિકના ઓક્સિજન પ્લાન્ટમાં લીકેજમાં 22 લોકોના મોત થયા હતા. એક દિવસ બાદ નડિયાદની હોસ્પિટલમાં બનેલી આ ઘટનાને લઈને વહીવટીતંત્રને આંચકો લાગ્યો છે. જોકે આ ઘટનાથી કોઈ જાનહાનિ થયાના સમાચાર મળ્યા નથી.
મહારાષ્ટ્રમાં નાસિકમાં ઓક્સિજનની ટાંકીમાં લીકેજ થવાને કારણે બુધવારે હોસ્પિટલમાં દાખલ થયેલા કોરોનાના 22 દર્દીઓના મોત થયા હતા. ડો.ઝાકિર હુસૈન હોસ્પિટલ પરિસરમાં નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત ઓક્સિજન ટેન્કરમાંથી બપોરે ઓક્સિજન લીક થવા લાગ્યો હતો. ઓક્સિજન લીકેજ જોઈને દર્દીઓને ઓક્સિજનનો પુરવઠો થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. પરિણામે વેન્ટિલેટર પર નિર્ભર 22 દર્દીઓના કરુણ મોત નીપજ્યા હતા. આ ઘટના ૨૧ એપ્રિલે બપોરના ૧૨ વાગ્યા આસપાસ બની હતી. ઓક્સિજન લીક થતાં જ હોસ્પિટલના પરિસરમાં ધુમાડો ફેલાઈ ગયો હતો.