બહારના રાજ્યમાંથી શંકાસ્પદ રીતે હથીયાર અંગેના પરવાના મેળવતા આઠ ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી:9 હથિયાર જપ્ત
મોરબી: મણીપુર અને નાગાલેન્ડ રાજ્યમાંથી શંકાસ્પદ રીતે હથિયાર અંગેના પરવાના મેળવતા કુલ-૦૮ ઇસમો પાસેથી કુલ-૯ હથિયાર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી મોરબી એસ.ઓ.જી. પોલીસે હાથ ધરી છે.
મોરબી જિલ્લામાં અમુક ઇસમો જેમના વિરુધ્ધ મોરબી જિલ્લામાં તથા આજુબાજુના જિલ્લામાં ગુનાઓ દાખલ થયેલ છે અને આવા ઇસમોને મોરબી જિલ્લામાંથી કલેકટર તથા ગુજરાત રાજ્યમાંથી હથિયાર લાઇસન્સ મળવાની સંભાવના ઓછી હોય તેમજ જેઓને હથિયાર રાખવા માટે લાયસન્સ મળેલ ન હોય અથવા મળી શકે તેમ ન હોય તેવા ઇસમો બહારના રાજ્યમાંથી જેમાં ખાસ મણીપુર અને નાગાલેન્ડ જેવા રાજ્યમાં ત્યાંના કે અન્ય એજન્ટો થકી ઓલ ઇન્ડીયા પરમીટ મેળવેલાની હકીકત આધારે શંકાસ્પદ જણાઇ આવતા જે બાબતે ખાનગી બાતમી આધારે મોરબી એસ.ઓ.જીએ મોરબી જિલ્લાના કુલ-૦૮ ઇસમો રોહિત નાનજીભાઇ ફાગલીયા રહે. વાછકપર તા.ટંકારા, ઇસ્માઇભાઇ સાજનભાઇ કુંભાર રહે.કાંતિનગર જુબેદા મસ્જીદની બાજુમાં, મોરબી માળીયા રોડ, મોરબી, મુકેશભાઇ ભાનુભાઇ ડાંગર રહે. મોરબી નવલખીરોડ અક્ષરધામપાર્ક ત્રિલોકધામ મંદીરપાસે મોરબી મુળગામ જશાપર તા.માળીયા(મીં), મહેશભાઇ પરબતભાઇ મીંયાત્રા રહે. હાલ મોરબી નવલખી રોડ, કુબેરનગર અક્ષરધામ પાર્ક,મુળ રહેનાનીબરાર તા.માળીયા (મી), પ્રકાશભાઇ ચુનીલાલ ઉનાલીયા રહે. ખાખરેચી તા. માળીયા (મી), પ્રવિણસિંહ ચતુભા ઝાલા રહે.નવી પીપળી ગામ શેરીનં-૧ તા.જીલ્લો મોરબી, માવજીભાઇ ખેંગારભાઇ બોરીચા રહેવાસી. ગામ જુના નાગડાવાસ તા.જી. મોરબી, શીરાજ ઉર્ફે દુખી અમીરઅલી પોપટીયા રહે. મોરબી સો-ઓરડી તા.જી. મોરબીવાળાઊ મણીપુર અને નાગાલેન્ડ રાજ્ય માંથી કોઇ પણ રીતે હથિયાર અંગેના પરવાના મેળવી કુલ. ૦૯ હથીયારો જેમા પિસ્ટલ નંગ- ૦૨, રીવોલ્વર નંગ-૦૬, બારબોર નંગ-૦૧ તથા અલગ અલગ ગનના કાર્ટીઝ નંગ-૨૫૧ મેળવેલાની બાતમી મળેલ હોય જે તમામ ઇસમોને મોરબી જિલ્લા એસ.ઓ.જી. કચેરીએ લાવી તેઓની પુછપરછ કરતા તેઓએ મણીપુર તથા નાગાલેન્ડ ખાતેથી હથિયાર પરવાના મેળવી તેમજ હથિયાર ખરીદી પોતાની પાસે રાખેલ અને તેઓને બાતમી આધારે બોલાવતા તેઓએ પોતાના હથિયારો રજુ કરેલ જે કબજે કરવામા આવેલ છે.
