ટંકારાના ઓટાળા ગામે ચાર શખ્સોએ માતા પુત્ર સહિત ત્રણ વ્યક્તિ પર હુમલો કર્યો
ટંકારા: ટંકારા તાલુકાના ઓટાળા ગામે ફરીયાદીના પુત્ર અજયને આરોપીએ ગાળો આપેલ હોય જેથી અજયે આરોપીને ગાળો આપતા તેનો ખાર રાખી આરોપીઓએ માતા, પુત્ર અને સાસુને ઢીકાપાટુનો મારમારી લાકડી વડે ઈજા કરી હતી જેથી ભોગ બનનાર મહિલાએ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા અનસોયાબેન બાબુભાઈ મકવાણા (ઉ.વ.૪૦) એ તેમના જ ગામના આરોપી શૈલેષભાઈ જીવાભાઈ પરમાર, જીવાભાઈ મેધાભાઈ પરમાર, ભાનુબેન જીવાભાઈ પરમાર, હીનાબેન શૈલેષભાઈ પરમાર વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૪-૦૬-૨૦૨૪ ના રોજ આરોપી તથા ફરીયાદી બાજુ બાજુમાં રહેતા હોય અને ફરીયાદિના દીકરા અજયને આરોપી શૈલેષભાઈએ ગાળો આપેલ હોય જેથી ફરીયાદિના દીકરાએ ગાળો આપતા તેનો ખાર રાખી આરોપીઓ ફરીયાદિ તથા તેના દીકરા અજય તથા સાસુ ગંગાબેન સાથે મારા મારી કરી બોલાચાલી ગાળા ગાળી કરી ઢીકાપાટુનો માર મારી કરી શૈલેષએ ફરીયાદિને માથાના ભાગે તથા સાસુ ગંગાબેનનુ હાથના પંજાના ભાગે તથા અજયને હાથે તથા પગમાં લાકડી વતી માર મારી ઇજાઓ કરી હતી જેથી ભોગ બનનાર અનસોયાબેને આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૩૨૩,૩૨૪,૫૦૪,૧૧૪ જીપી એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.