Tuesday, February 4, 2025

ઓપરેશન ગંગાજળ: મોરબી સહિત ત્રણ વન અધિકારીને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વન અને પર્યાવરણ વિભાગના વર્ગ-2ના મોહમ્મદ મુનાફ શેખ, કંચનભાઈ બારિયા, રશ્મીનભાઈ મન્સુરી “દાદાની ઝપટે

રાજ્યની દાદા સરકાર દ્વારા સરકારી પદ પર રહીને ભ્રષ્ટાચાર આચરતા એવા અધિકારીઓ સામે લાલ આંખ કરાઈ છે. એક પછી એક ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરી ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી રહી છે. ત્યારે હવે વધુ 3 અધિકારીઓને ઘરભેગા કરાયા છે. રાજ્યનાં વન અને પર્યાવરણ વિભાગે વર્ગ 2 નાં 3 અધિકારીઓને ફરજિયાત નિવૃત કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યનાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા 3 અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. વર્ગ 2 નાં 3 અધિકારીઓને ફરજિયાત નિવૃત કરાયા છે. આગામી 3 મહિનાનાં પગાર ભથ્થા આપીને તેમને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી છે. જો કે, આ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ ચાલુ જ રહેશે અને જો તપાસમાં દોષી સાબિત થશે તો તે પ્રમાણે કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે.

રાજ્યનાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા જે ત્રણ અધિકારીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં મોહમ્મદ મુનાફ શેખ (મદદનીશ વન સંરક્ષક, મોરબી), કંચનભાઈ બારીયા (મદદનીશ વન સંરક્ષક, છોટાઉદેપુર) અને રશ્મીનભાઇ મન્સૂરી (પરીક્ષેત્ર વન અધિકારી હિંમતનગર) ના નામ સામેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર