ગીગા ભમ્મરે કરેલા નિવેદનોના વિરોધમાં મોરબી ગઢવી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું
મોરબી : તાજેતરમાં આહીર સમાજના વ્યક્તિ ગીગા ભમ્મર દ્વારા થયેલા ચારણ સમાજના આરાધ્યા દેવીના અપમાનને મોરબી રાષ્ટ્રીય દેવીપુત્ર સેનાએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યું છે અને આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા મોરબી જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે.
તાજેતરમા તળાજા ખાતે યોજાયેલા આહીર સમાજના સમુહ લગ્નમાં આહીર સમાજના વ્યક્તિ ગીગા ભમ્મરે ચારણ સમાજ તેમજ તેમના આરાધ્ય દેવીઓનું ઘોર અપમાન કર્યું હતું. જેથી ચારણ સમાજ આ નિવેદનને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યું છે અને જણાવ્યું છે કે આવી વ્યક્તિઓ દ્વારા બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય છે. ત્યારે આવા તત્વો સામે કાયદાકીય પગલા ભરી નશ્યત કરવા સમાજે માંગ ઉઠાવી છે.