ખોટી ઓળખ આપી ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરાવી છેતરપીંડી કરનાર ઈસમ ઝડપાયો
હળવદ: ખોટી ફેસબુક આઈ.ડી. બનાવી સસ્તો મોબાઈલ ફોન વેચવાની પોસ્ટ મુકી લોકોને વિશ્વાસમાં લઈ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી લોકો સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરનાર ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
આરોપી જયદિપ વિઠલભાઇ ઝાલાએ પોતાના મોબાઇલ ફોન નંબર ઉપર ફેસબુક એપ્લીકેશનમાં “Jayubha Zala” નામની ખોટી આઇ.ડી. બનાવી આ આઇ.ડી ઉપર મોબાઇલ ફોન વેચવાની પોસ્ટ મુકી પોતાની ફેસબુક આઇ.ડી. ખોટી હોવાનુ જાણવા છતા ફરીયાદી મયુરભાઇ ગીરધરભાઇ ઉડેશા ઉ.વ-૨૪ રહે-મગળપુર તા-હળવદ જી-મોરબીને વિશ્વાસમા લઇ સાહેદ વિપુલભાઇ ભીમાણી નામના વ્યક્તિ પાસે ટેક્સીના ભાડાની ડિપોઝિટ ભરવા પેટે તેમનું UPI સ્કેનર મેળવી તેમા ફરીયાદી પાસે આઇફોન-15 ના રૂપીયા ૪૫,૫૦૦/- ઓનલાઇન ટ્રાન્સફર કરાવડાવી આઇફોન-15 ફરીયાદીને નહિ આપી આરોપીએ પોતાની ખોટી ઓળખ આપી ગુન્હાહિત વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી ગુન્હો આચરેલ હતો જે અંગે NCCRP અરજીના પરથી હળવદ પો.સ્ટે. એ-પાર્ટ આઇ.પી.સી. કલમ- ૪૦૬, ૪૨૦ તથા આઇ.ટી.એકટ ૨૦૦૦ ની કલમ ૬૬(ડી) મુજબનો ગુન્હો રજીસ્ટર કરેલ.
હળવદ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના બનાવ અંગે NCCRP અરજી વંચાણે લઈ ગુન્હો રજીસ્ટર કરી છેતરપીંડીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીનો કબજો રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ટ્રાન્સફર વોરંટથી મેળવી હળવદ પોલીસ સ્ટેશનમાં લાવી છેતરપીંડીના ગુન્હામા આરોપી જયેશ ઉર્ફે જયદીપભાઈ વિઠ્ઠલભાઈ ઝાલા ઉ.વ.રર મુ.રહે.ગામ- વાસાવડ તા.સુત્રાપાડા જી.ગીરસોમનાથ હાલ રહે. સુરત કૃષ્ણનગર સોસાયટી મકાન નં.૩૪ લક્ષ્મી હોટલની બાજુમાં હિરાબાગ, વરાછા સુરતવાળાની અટક કરી પુછપરછ કરતા આરોપી ગુન્હાની કબુલાત આપતા ગુન્હો ડીટેક્ટ કરેલ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે