Wednesday, October 23, 2024

છેતરપીંડી; ઓનલાઇન જોબની લાલચ આપી યુવક પાસેથી 77 હજારથી વધુ રૂપિયા પડાવ્યા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: આજકાલ ઓનલાઇન જોબની લાલચ આપી છેતરપીંડીના કિસ્સા વધી રહ્ય છે ત્યારે મોરબીમાં યુવકને ટેલીગ્રામ પર લિંક મોકલી ઓનલાઇન જોબની લાલચ આપી યુવકના બેન્ક એકાઉન્ટમાથી ગુગલ પે તથા ફોન પે મારફતે રૂ.૭૭૮૫૦ કોઈ અજાણ્યા શખ્સે પડાવી છેતરપિંડી કરી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના માધાપર શેરી નં -૨૦ માં રહેતા ભરતભાઇ ચમનલાલ ડાભી (ઉ.વ.૩૨) એ આરોપી બેંક એકાઉન્ટ નંબર-(૧) 00000040 569907058 (૨) 00000042722219861 ના ધારક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૨-૦૩-૨૦૨૪ ના રોજ બપોરના બે થી ત્રણ વાગ્યાના અરસામાં આરોપીએ ફરીયાદીને ટેલીગ્રામમાં mvs8826.cc/index વાળી લીંક મોકલી ઓનલાઇન જોબની લાલચ આપી વિશ્વાસ અને ભરોસો કેળવી ટેકનીકલ માધ્યમથી ઇલેક્ટ્રીક સાધનોનો ઉપયોગ કરી State Bank of India ના બેંક એકાઉન્ટ નંબર-(૧) 00000040569907058 તથા (૨) 0000004 2722219861 વાળામાં ફરીયાદીના બેંક ઓફ બરોડાના Account No-03630100023066 વાળામાંથી ફોન પે તથા ગુગલ પે મારફતે ફરીયાદી પાસેથી કુલ રૂ.૭૭૮૫૦/- મેળવી લઇ ફરીયાદીના નાણા આજદીન સુધી પરત નહી આપી ગુન્હાહીત વિશ્વાસધાત છેતરપીંડી કરી હતી જેથી ભોગ બનનાર ભરતભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૪૦૬,૪૨૦ તથા આઈ.ટી.એકટ-૨૦૦૦ ની કલમ -૬૬(ડી), મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર