મોરબીના નાગપલર ગામેથી જામગરી બંદૂક સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના નાગલપર ગામની સીમમાં ખારાની વેણમાથી જામનગર બંદૂક સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાગલપર ગામની સીમમાં આવેલ ખારા તરીકે ઓળખાતી સીમમાં ખારાની વેણમાથી દેશી બનાવટની જામગરી બંદૂક હથીયાર નંગ -૦૧ કિં.રૂ. ૨૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી કિશોરભાઈ હિરાભાઇ અટક (ઉ.વ.૪૪) રહે. અમરાપર તા. જી. મોરબીવાળાને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.