Thursday, November 7, 2024

એક કા ડબલની લાલચમાં કરોડોની રકમ મામલે યુવાનનું અપહરણ કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરતી પોલીસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી, ફરિયાદી પાસે કરોડોની ઉઘરાણી મામલે અપહરણ કર્યાનો ખુલાસો

વાંકાનેર તાલુકાના લુણસર ગામ નજીકથી કરોડોની રકમની ઉઘરાણી મામલે સ્કોર્પિયો કારમાં આવેલા ત્રણ શખ્સોએ યુવાનનું અપહરણ કર્યું હોય, જે બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ ચલાવી ગણતરીની કલાકોમાં જ બનાવનો ભેદ ઉકેલી ચોટીલા નજીકથી યુવાનને આરોપીઓની ચુંગલમાંથી છોડાવી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લુણસર ગામ નજીકથી કરોડોની રકમની લેતીદેતી મામલે ત્રણ શખ્સોએ લીલાભાઈ કાળુભાઈ ભુંડીયા (ઉ.વ. ૩૫, રહે. મનડાસર, તા. થાન) નામના યુવાનનું અપહરણ કર્યું હોય, જે બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ ચલાવી ગણતરીની કલાકોમાં જ બનાવનો ભેદ ઉકેલી ચોટીલા નજીકથી યુવાનને આરોપીઓની ચુંગલમાંથી છોડાવી આરોપી ખોડાભાઈ રણછોડભાઈ સેફાત્રા તથા ગોપાલભાઈ ગેલાભાઈ સેફાત્રા (રહે. બંને ખેતરડી, તા. હળવદ) અને મેલાભાઈ હમીરભાઈ સેફાત્રા (રહે. ચુંપણી, તા. હળવદ)ની ધરપકડ કરી છે.

આ બનાવના કારણમાં ફરિયાદીએ એક કા ડબલ કરવાની લાલચ આપી આરોપીઓ પાસેથી કરોડોની રોકડ રકમ મેળવી હોય, જે પરત નહીં કરતા ઉઘરાણી મામલે યુવાનનું અપહરણ કર્યું હોવાનો ખુલાસો થયો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર