Wednesday, October 30, 2024

એક દીકરીને લગ્નના શણગાર સાથે કરિયાવર આપી તહેવારની અનોખી ઉજવણી કરતી મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હિન્દૂ સમાજનો સૌથી મોટો તહેવાર દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી માટે સમાજના અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો આનંદ કરવા સાથે સેવાકાર્યો કરી રહ્યા chhe ત્યારે મોરબીમાં એક જરૂરતમંદ લક્ષ્મી સ્વરૂપ એક દીકરીને લગ્નસરાની ચીજ વસ્તુઓ જેવી કે ૧૩ નંગ સાડીઓ, ડિનર સેટ, કૂકર, જગ, તપેલીઓનો સેટ, ચાંદી ની પાયલ સહીત અનેક જરૂરી નાની મોટી વસ્તુઓ આપવા સાથે આ સંસ્થાએ અનોખી રીતે દિવાળી પર્વની ઉજવણી કરી હતી. આ ઉજવણી સાથે સંસ્થાની બહેનોના ચહેરા પર પણ ઉત્સવની અનેરી ખુશી અને પ્રસંગનો આનંદ એક સાથે જોવા મળ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છેકે મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબી દ્વારા આવા માનવ સેવા અને સમાજ સેવા ના ઘણા કાર્યો કરવામાં આવ્યા છે

જેના દ્વારા એ સમાજ ના બધા લોકો પાસે આવી અપેક્ષા રાખે છે કે તેમને પણ આવા અમુક સમાજ સેવા ના કાર્યો કરવા જોઈએ. આવા કાર્યો કરવાનું આશય આ સંસ્થા નું ફક્ત એટલું છે કે સમાજ ના બધા લોકો ના મોં પર મુસ્કાન લાવી શકે.

આ સાથે મુસ્કાન વેલ્ફેર સોસાયટી તરફથી મોરબી જીલ્લાના પ્રજાજનોને દિવાળી તેમજ નવા વર્ષ માટે નૂતન માટે ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર