મોરબી જુના RTO પાસે મચ્છુ -૩ બ્રીજ પરથી ડેમમાં એક વ્યક્તિએ લગાવી છલાંગ
મોરબી: મોરબીના જુના આરટીઓ કચેરી પાસે મચ્છુ -૩ડેમના બ્રીજ પરથી ડેમમાં એક વ્યક્તિએ છલાંગ લગાવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
મળતી માહિતી મુજબ મોરબીના જુના આરટીઓ પાસે મચ્છુ -૩ ડેમના બ્રીજ ઉપરથી એક વ્યક્તિએ છલાંગ લગાવી હતી. આ અંગે સ્થાનિકોને જાણ થતા લોકોન ટોળા એકત્રિત થયા હતા. તેમજ બનાવ અંગે જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પેસન પ્રો બાઈક, મોબાઇલ તથા પાકિટ છલાંગ લગાવનાર વ્યક્તિના ભાઈને સોંપવામાં આવ્યા હતા.