મોરબીના જૂના બસ સ્ટેન્ડ નજીક યુવક પર ચાર શખ્સોનો લોખંડના પાઇપ વડે હુમલો
મોરબી: યુવકની સાથે તેનો મિત્ર રખડતો હોય જેથી આરોપીઓને યુવકના મીત્ર સાથે જુનું મનદુઃખ ચાલતુ હોય જેથી યુવકને શુ કામ સુરેશ સાથે રખડશ તે બાબતનો ખાર રાખી ચાર શખ્સોએ લોખંડના પાઇપ વડે મારમાર્યો હતો જેથી ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ગુ.હા. બોર્ડ ત્રણ માળિયા એમ.૩૬૫ માં રહેતા ભાવીનભાઈ કાનજીભાઇ મકવાણા (ઉ.વ.૨૪) એ આરોપી પ્રકાશભાઇ રસીકભાઈ કોળી, અનિલભાઈ પ્રેમજીભાઈ કોળી, કાનજીભાઇ ધનજીભાઈ રાવળ, બ્રીજરાજસિંહ જગતસિંહ જાડેજા રહે. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૬-૦૬-૨૦૨૪ ના રોજ ફરિયાદીની સાથે તેમનો મિત્ર સુરેશ કોળી રખડતો હોય જેથી આરોપીઓને ફરીયાદિના મીત્ર સુરેશભાઇ સાથે જુનુ મનદુખ ચાલતુ હોય જેથી ફરીયાદીને શુ કામ સુરેશ કોળી સાથે રખડશ તે બાબત નો ખારરાખી ફરીયાદિને ચારેય આરોપીઓએ લોખંડના પાઇપ વતી મુંઢમાર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર ભાવીનભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૨૪ જીપી એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.