Tuesday, September 24, 2024

ઓહ ભાઈ ! રાજપર રોડ પરથી ૬૦૦ પેટી જેટલો દારૂ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગાંધીના ગુજરાતમાં હજુ પણ દારૂની આવક ચાલુ જ છે !

મોરબીના શનાળા ગામ થી રાજપર જવાના રસ્તા રસ્તા પરથી સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા ૬૦૦ પેટી થી વધુ દારૂ પકડી પાડવામાં આવ્યો છે.ત્યારે આશરે ૭૪૬૪ જેટલી દારૂની બોટલ પકડી પડવામાં આવી છે.

આ અંગે જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના શનાળા ગામથી રાજપર જવાના રસ્તા પર આજ વહેલી સવારે સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા રેઇડ કરવામાં આવી હતી. ત્યારે રાજપર ગામ પાસે આવેલ રામદેવપીર ના મંદિર પાસે આવેલ આશીર્વાદ ઈમ્પેક્ષ કારખાનામાં રેઇડ કરવામાં આવી હતી ત્યારે રેઇડ દરમીયાન કારખાના માં રહેલ ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની ૭૪૬૪ જેટલી બોટલો/ આશરે ૬૨૨ પેટી જેટલો દારૂ મળી આવ્યો હતો. જેની કિંમત આશરે ૩૨,૦૦,૦૦૦/- લાખ ગણવામાં આવી છે. ઉપરાંત દારૂ લાવેલ ટ્રક કી.રૂ.૧૦,૦૦,૦૦૦/- ગણી કુલ કિંમત રૂ. ૪૨,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

ટ્રક માંથી ૬૨૨ જેટલી દારૂની પેટી મળી આવી હતી. ત્યારે સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા ટ્રક ડ્રાઈવરની પ્રાથમિક પૂછપરછ કરતાં આશીર્વાદ ઇમ્પેક્ષના માલિક ડેનિસ પટેલ હોઈ આ દારૂનો જથ્થો મૂળરાજ જાડેજા એ મગાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા ટ્રક ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત બીજા આરોપીને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ તપાસમાં આ દારૂનો જથ્થો મોરબીના રફાળેશ્વર રોડ થી રાજપર રોડ આવેલ અને આશીર્વાદ ઈમ્પેક્ષના ગોડાઉનમાં ઉતારવામાં આવ્યો હોવાનું ખુલ્યું હતું. ત્યારે આ બાબતે ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.ત્યારે આટલી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો મળી આવતા જિલ્લામાં ચકચાર મચી ગઇ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર