Thursday, December 26, 2024

ઓફીસનાં સીસીટીવી અને ખુરશીઓને નુકશાન કરતા સ્કાય મોલના સિક્યુરિટી સહિત ત્રણ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના શનાળા રોડ પર આવેલ સ્કાયમોલની બાજુમાં આવેલ પ્રૌઢની દુકાન (ઓફિસે) રાખેલ સી.સી.ટી.વી. કેમરાને લાકડાના ધોકા વડે તોડી તેમજ ઓફિસમાં ખુરશીઓ તોડી રૂ. વીશ હજારનું નુકશાન કરનાર સ્કાયમોલના સિક્યોરિટી સહિત ત્રણ ઈસમો વિરૂદ્ધ મોટબી સીટી એ ડીવીઝન પોલીસે સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉમીયા સર્કલ મોટી કેનાલ મેઇન રોડ યદુનંદન -૦૧મા રહેતા જીવણભાઈ ખીમાભાઇ કુંભારવાડીયા (ઉ.વ.૫૭) એ આરોપી જયેશભાઇ રબારી રહે. રબારીવાસ ,રાજુ રાજુ સિક્યોરિટી તથા વાલ્વા ધર્મેશ રહે. બંને સ્કાયમોલ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૩-૦૧-૨૦૨૩ ના રોજ આરોપીઓએ એક બીજાએ સાથે મળી ફરીયાદીની (ઓફીસ) દુકાને રાખેલ સી.સી.ટી.વી. કેમેરાને લાકડાના ધોકા વડે તોડી તેમજ ઓફીસે (દુકાને) લગાડેલ બોર્ડને તોડી તેમજ ખુરશીઓ તોડી કુલ રૂપિયા ૨૦,૦૦૦/- નુ નુકશાન કર્યું હોવાથી ભોગ બનનાર જીવણભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૪૨૭,૧૧૪, તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર