Thursday, November 21, 2024

જમીન સામે ભરપાઈ નહીં આપતાં ખેડૂતે મંત્રાલયમાં બોમ્બનો કોલ કર્યો અને આપી ધમકી,પોલીસે 2 કલાકમાં ખેડૂતને નાગપુરથી ઝડપ્યો !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

1997માં લીધેલી જમીન સામે કંપનીએ ભરપાઈ નહીં આપતાં નાગપુરના ખેડૂતે સરકાર અને પ્રશાસનનું ધ્યાન દોરવા માટે મંત્રાલયમાં બોમ્બ મૂક્યો છે એવો નનામો કોલ કર્યો હતો. પોલીસે બે કલાકમાં તેને શોધી કાઢ્યો હતો. તેને સાગર માંઢરે તરીકે ઓળખી કાઢવામાં આવ્યો હતો.રવિવારે બપોરે 12.40 વાગ્યે મંત્રાલયના ડિઝાસ્ટર મેનેજમેન્ટકંટ્રોલ રૂમને એક ફોન કોલ આવ્યો હતો. કોલરે ઓળખ આપી નહોતી, પરંતુ મંત્રાલયમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે એવો દાવો કર્યો હતો. તુરંત પોલીસ અને બોમ્બ ડિટેકશન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો મંત્રાલયમાં પહોંચી હતી. બધા દરવાજા બંધ કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી. સંપૂર્ણ મંત્રાલય પરિસરમાં તપાસ કરતાં કશું પણ શંકાસ્પદ મળ્યું નહોતું. આથી અફવા ફેલાવવા માટે જ આવો કોલ કરાયો હોવાનું સ્થાપિત થયું હતું.દરમિયાન પોલીસે તુરંત કોલરનું પગેરું મેળવવા માટે તપાસ શરૂ કરી હતી. તેમાં કોલ પૂર્વ મહારાષ્ટ્રમાં નાગપુરમાંથી આવ્યો હોવાનું જણાયું હતું. આથી તુરંત તેની નાગપુર ગ્રામીણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેણે પોતાની ઓળખ સાગર માંઢરે તરીકે આપી હતી. નાગપુરમાં તેની જમીન હતી, જે એક કંપનીએ લીધી હતી, પરંતુ તેની સામે ભરપાઈ નહીં આપતાં તેણે સરકાર અને પ્રશાસનનું ધ્યાન દોરવા માટે ફોન કોલ કર્યો હોવાનું જણાવ્યું હતું.

ખેડૂત માંઢરેએ ફોન કર્યાના બે કલાકમાં તેને પકડી પાડવામાં આવ્યો હતો. તેણે કોલ કર્યો હોવાનું કબૂલ કર્યું હતું. ઉપરાંત તેની હસ્તગત કરવામાં આવેલી જમીન સામે ભરપાઈ આપી નહીં હોવાથી તે ચિંતિત હતો. તેની અરજી કોઈએ સાંભળી નહોતી. આથી સરકાર અને પ્રશાસનનું ધ્યાન દોરવા તેણે ફોન કોલ કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.માંઢરેની નાગપુરના ઉમરેડ તાલુકાના મકરઢોકડા વિસ્તારમાંસાત એકર જમીન હતી. 1997માં તેની જમીનનો અમુક હિસ્સો વેસ્ટર્ન કોલફિલ્ડ્સ લિ. (ડબ્લ્યુસીએલ) દ્વારા હસ્તગત કરવામાં આવ્યો હતો. જોકે તેની સામે કંપનીએ ભરપાઈ આપી નહોતી, એમ ઉમરેડ પોલીસે જણાવ્યું હતું.

બીજી બાજુ મેટ્રો 2-એ અને મેટ્રો 7નો સોમવારે ટ્રાયલ રન છે ત્યારે મહિલા પ્રવાસીઓ માટે ખુશખબર છે. મેટ્રોના છ ડબ્બા હશે, જેમાંથી એક મહિલાઓ માટે અનામત હશે. ઉપરાંત દરેક ડબ્બામાં પણ મહિલાઓ માટે ચાર સીટ અનામત હશે. પ્રવાસભાડું લઘુતમ રૂ. 10 અને મહત્તમ રૂ. 80 રહેશે, એમ મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ (એમએમઆરડીએ)ના કમિશનર આર એ રાજીવે જણાવ્યું હતું.આ બંને મેટ્રો બે તબક્કામાં શરૂ થશે.કાંદિવલી ડહાણુકર વાડીથી આરે આશરે 20 કિમી લાંબો પ્રથમ તબક્કો સપ્ટેમ્બર 2021માં શરૂ થશે, જ્યારે બાકી સંપૂર્ણ માર્ગ જાન્યુઆરી 2022માં પ્રવાસીઓ માટે શરૂ થશે. મુંબઈમાં સપ્ટેમ્બર 2021 સુધી 10 મેટ્રો દાખલ થશે. બીઈએમએલ, બેન્ગલુરુએ હિતાચી, જાપાનના ટેક્નિકલ સહયોગથી પ્રથમ વાર મેટ્રોના સેટ તૈયાર કર્યા છે. મેટ્રો 2-એ અને મેટ્રો 7 પ્રોજેક્ટમાંથી રોજ આશરે 9 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરશે.સમય બચશે, પ્રદૂષણ ઘટશે : 30થી 35 ટકા રસ્તા પ્રવાસી ટ્રાફિક મેટ્રોમાં સ્થળાંતર થશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર