કોવિડ -19 ની ત્રીજી લહેર અંગે અનેક અટકળો કરવામાં આવી રહી છે. એઈમ્સના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે ત્રીજી લહેરથી બાળકોને અસર થશે તેવા કોઈ પુરાવા નથી. તેમણે કહ્યું હતું કે દુનિયાના કોઈ સર્વેમાંથી આવી વાત બહાર આવી નથી. ત્રીજી લહેર ક્યારે આવી શકે છે અથવા બાળકો પર તેની શું અસર થશે તે વિશે કોઈ વૈશ્વિક માહીતી મળી નથી, બાળકોને વધુ અસર થશે, તેનો કોઈ પુરાવો નથી. અત્યાર સુધી, વિશ્વમાં બાળકોને ગંભીર સંક્ર્મણ લાગી શકે તેવી કોઈ માહીતી નથી. ડો.ગુલેરિયાએ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેર દરમિયાન પણ સંક્ર્મણ લાગતા બાળકો ફક્ત બીમાર પડ્યા હતા. તેમણે કહ્યું કે એવું લાગતું નથી કે ભવિષ્યમાં બાળકોમાં કોઈ ગંભીર સંક્ર્મણ લાગવાનું જોખમ હશે.
દેશમાં એક દિવસમાં 1 લાખથી ઓછા કેસ
બે મહિનાથી વધુ સમય પછી, મંગળવારે દેશમાં ‘કોરોના ઇન્ફેક્શન’નાં એક લાખથી ઓછા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 સંક્ર્મણના 86,498 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 66 દિવસમાં આ સૌથી ઓછા દૈનિક કેસ છે. જે બાદ ભારતમાં એકટિવ કોરોના દર્દીઓની સંખ્યા 13 લાખ પર પહોંચી ગઈ છે. એકટિવ કોરોના દર્દીઓની સંખ્યા છેલ્લા 24 કલાકમાં 97,907 ઘટી છે, જે એકટિવ કેસની કુલ સંખ્યા 13,03,702 પર પહોંચી ગઈ છે.
કોવિશિલ્ડ અને કોવેકિસિનના 44 કરોડ ડોઝ માટે ઓર્ડર આપ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી રસી નીતિની ઘોષણા કર્યા પછી કેન્દ્ર સરકારે મંગળવારે કહ્યું કે તેમણે કોવિડ -19 વિરોધી કોવિશીલ્ડ અને કોવેકસીન – રસીના 44 કરોડ ડોઝ માટે ઓર્ડર આપ્યો છે. વડા પ્રધાને સોમવારે જાહેરાત કરી હતી કે કેન્દ્ર રાજ્યોનો પ્રાપ્તિ ( ખરીદી માટેનો ) ક્વોટા સંભાળશે અને 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રાજ્યોને વિના મૂલ્યે રસી ઉપલબ્ધ કરાશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે એન્ટી કોવિડ રસીના આ 44 કરોડ ડોઝની સપ્લાય ડિસેમ્બર સુધીમાં ઉત્પાદકો દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે, જે હવેથી શરૂ થઈ રહી છે.
