વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 16 મી પ્રવાસી ભારતીય દિવસ સંમેલનને સંબોધન કર્યું હતું. પ્રવાસી ભારતીય દિવસ દર બે વર્ષે એકવાર ઉજવવામાં આવે છે, જેના દ્વારા વિદેશી ભારતીયો સાથે જોડાવાનું સરળ બને છે. આ પ્રસંગ 9 જાન્યુઆરીએ પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે મહાત્મા ગાંધી 1915 માં આ દિવસે દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વિશ્વના જુદા જુદા ભાગોમાં વસતા લોકોના મન માતા ભારતી સાથે જોડાયેલા છે. મોદીએ કહ્યું કે, હું ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓને અભિનંદન આપું છું અને તેમને આગ્રહ કરું છું કે આવતા વર્ષે આ સ્પર્ધામાં વધુ લોકો જોડાય તે માટે પ્રયાસ કરે.’ દુનિયાભરના મિત્રોએ ભારતની સ્પર્ધામાં ભાગ લીધો છે. આ સૂચવે છે કે ભારત સાથેનો સંબંધ વધી રહ્યો છે.
મોદીએ પ્રવાસી ભારતીયોને કહ્યું કે ભારત સરકાર તમારી સાથે ઉભી છે. કોરોના સમયગાળા દરમિયાન, વંદે ભારત મિશન હેઠળ 4.5. મિલિયન ભારતીયોની સહાય કરવામાં આવી હતી. ગલ્ફ સહિત ઘણા દેશોના પરત ફરનારા સાથીઓ માટે સ્વદેશ યોજના શરૂ કરવામાં આવી હતી.
મોદીએ સંબોધન દરમિયાન કહ્યું, કે ‘તમારામાંથી ઘણાને ખબર હશે કે વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 25 દેશોના વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. પરિષદના માધ્યમથી 80 વિષયો પર 100 રિપોર્ટ બહાર આવ્યા.
-મોદીએ કહ્યું, જો આખી દુનિયાને ભારતમાં આટલી આસ્થા છે, તો તેનું કારણ એ છે કે તમે ભારતીય પ્રવાસીઓ છો. તમે જ્યાં પણ રહ્યા છો ત્યાં તમે ભારતીયતા ફેલાવી છે.