Sunday, November 10, 2024

ટંકારા ખાતે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિની સલામતિ અર્થે સેન્સેટીવ એરિયા નો ડ્રોન ઝોન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

લતીપર ચોકડીથી ૨ કિલોમીટરની ત્રિજ્યા વિસ્તારના સેન્સેટીવ એરિયામાં ૧૧ અને ૧૨ ફેબ્રુઆરી ડ્રોન ન ઉડાડવા બાબતે જાહેરનામું બહાર પડાયું

મોરબી જિલ્લામાં ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ આગામી ૧૨/૦૨/૨૦૨૪ ના રોજ ટંકારા ખાતે મુલાકાતે પધારનાર છે. મહાનુભાવ ‘બ્લુ બુક’ મુજબની સુરક્ષા કવચ ધરાવે છે. જેથી તેઓની સલામતી અર્થે તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે લતીપર ચોકડી થી ૨ કિલોમીટરની ત્રિજ્યા વિસ્તારના સેન્સેટીવ એરિયામાં ડ્રોન તથા અન્ય યુ.એ.વી. ન ઉડાડવા બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ લતીપર ચોકડીથી ૨ કિલોમીટરની ત્રિજ્યા વિસ્તારના સેન્સેટીવ એરિયામાં ડ્રોન તથા અન્ય યુ.એ.વી. સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન ન ઉડાડવા મનાઈ ફરમાવેલ છે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા. ૧૧/૦૨/૨૦૨૪ થી તા. ૧૨/૦૨/૨૦૨૪ સુધી અમલમાં રહેશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર