નીચી માંડલ ગામ પાસે સીરામીક કારખાનામાં રીવર્સ આવી રહેલ ટ્રક અને દીવાલની વચ્ચે દબાઈ જતા આધેડનું મોત
મોરબી: મોરબી હળવદ હાઈવે રોડ નીચી માંડલ ગામ પાસે આવેલ સીમ્પેરો સીરામીકના કારખાનાના લોડીંગ પોઈન્ટ ઉપર રીવર્સ આવી રહેલ ટ્રક અને દીવાલની વચ્ચે દબાઈ જતા આધેડનું મોત થયું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના હળવદ હાઇવે રોડ ઉપર નીચી માંડલ ગામની પાસે આવેલા સીમ્પેરો સીરામીક નામના યુનિટમાં લોડિંગ પોઇન્ટ ઉપર ટાઇલ્સ ભરવા માટે ટ્રક કન્ટેનર નંબર- GJ-12-AD-8344 ના ચાલક વિરેન્દ્ર નાગેશ્વર મહતો રહે.હાલ નાના કપાયા તાલુકો મુન્દ્રા જીલ્લો કચ્છ મૂળ બિહાર વાળાએ પોતાનું વાહન રીવર્સમાં લેતા સમયે પાછળ ધ્યાન રાખ્યા વગર પુર ઝડપે કન્ટેનર રિવર્સમાં લેતા વાહન રીવર્સમાં લેવડાવી રહેલ રાજેશકુમાર કિશુન્દેવ મહતો (ઉ.વ. ૪૭) રહે. કોઇરીયા નિઝામન જિલ્લો મુજફરપુર બિહાર કે જે ટ્રકમાં કલીનર તકીકે કામ કરેતો હતો તે દીવાલની વચ્ચે દબાઈ જતા પેટના ભાગે થયેલ ગંભીર ઇજાના લીધે રાજેશકુમાર મહતોનું મોત નીપજ્યું હતું.આ બનાવન અંગે શ્રીદેવેન્દ્ર નાગેશ્વર મહંતો (ઉ.વ.૩૬) રહે. નાના કપાયા મુન્દ્રા કચ્છ મૂળ બિહાર વાળાએ અકસ્માત સર્જના ટ્રક કન્ટેનર નં. GJ-12-AD-8344ના ચાલક વિરેન્દ્ર નાગેશ્વર મહંતો હાલ રહે. નાના કપાયા કચ્છ મૂળ રહે બિહાર વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી.કલમ-૨૭૯,૩૦૪(અ)તથા એમ.વી.એકટ કલમ-૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.