NGTની ભટકતી આત્મા સિરામિક પાસે શ્રાદ્ધ કરાવશે સ્ટોરી સાચી પડી
હમણા જીપીસીબી દ્વારા સિરામિક એકમોને NGT એ કરેલા કોલગેસ ના દંડ ની ૨૫% રકમ ભરવાની કંકોતરી આવી ગઈ છે
જો સીરામીક એકમો આ લાખો રૂપિયાનો દંડ ન ભરે તો સરકારની મેલી નીતિ જીપીસીબી દ્વારા ક્લોઝર ઓર્ડર અથવા કાનૂની કાર્યવાહી કરવા પણ આદેશ હોવાની માહિતી મળી રહી છે.
હાલ સિરામિકના અસ્તિત્વનો દીવો ભભૂકી રહ્યો છે જે ધીરે ધીરે ઓલાવાની રાહ જોઈ રહ્યો છે. ભૂતકાળમાં પણ અમે કીધું હતું કે દિલ્હીના એક મોટા નેતાનો ઘ્યેય ફક્ત સિરામિક થકી સમાજના અસ્તિત્વને ખતમ કરવાનો છે કેમ કે કોલગેસ ફક્ત સિરામિક સાથે જોડાઈ તો પ્રદૂષણ કરે પણ સ્ટીલ પ્લાન્ટમાં ના કરે. મોરબીમાં કરે પણ ભારતમાં બીજે ન કરે NGT કોલગેસ બંધ કરશે એ વાર્તા તો એની સુનવણી પહેલા જ લખાઈ ગઈ હતી. જે લોકોએ ગેસ લાઈન આવતા કોલગેસનો વપરાશ નથી કરિયો તેને પણ દંડ ભરવો પડશે એ પણ ફાઈનલ છે.
જો આ દંડ ભરવો ફરજિયાત થશે તો સિરામિકનું બાળમરણ પાક્કું છે ભાજપની સરકારે આજ દિન સુધી સિરામિક ઉદ્યોગકારોનું ફક્ત શોષણ જ કર્યું છે પાર્ટી ફંડ સિવાય સિરામિકને યાદ સુધા કર્યું નથી. મોરબીના સ્થાનિક નેતા સિરામિક માટે ઘસાઈ ગયેલા કાટલાં સમાન છે જેનું કોઈ સાંભળતું નથી એ જગજાહેર છે.
હમણાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા એ વિડિયો બનાવી સિરામિક ની બેંક લોન બાબતે માથું ગર્વ થી ઊંચું કર્યું તેવું કહિયું તો શું હાલ સિરામિક ના દંડ બાબતે ધારાસભ્ય વિડિયો બનાવશે? હાલ સિરામિક ની હાલત એવી છે કે ના કેવાઇ કે ના સેવાઈ એટલે કે બાપુજી ને માલૂમ થાય કે જે ભાવે ઘોડા લીધા એ જ ભાવે ઘોડા વેચાઈ ગયા હવે ભાડાના રૂપિયા મોકલો તો ગામડે આવી જેવી દશા છે.
હાલ દેશમાં ભાજપ થી છેતરાયેલા કિશાનો, NEET ના વિદ્યાર્થીઓ અગ્નીવિર જવાનો વગેરે રાહુલ ગાંધીને મળી રહ્યા છે તો શું સિરામિક પણ સરકારના શોષણની રજુઆત રાહુલ ગાંધી ને કરશે ??