Saturday, January 4, 2025

નવા વર્ષની ઉજવણી નિમિત્તે નબીરાઓની શાન ઠેકાણે લાવતી પોલીસ: કેટલા નબીરાઓ પકડાયા વાંચો આ સમાચાર 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ૩૧ ડીસેમ્બરના રોજ યોજાતી નવા વર્ષની ઉજવણી નિમીતે કાયદો – વ્યવસ્થા જળવાય રહે તે અનુસંધાને કોમ્બીંગ સર્ચ ઓપરેશન કરી મોરબી જીલ્લા પોલીસ દ્વારા નબીરાઓની શાન ઠેકાણે લયાવી પ્રોહીના ૩૭ કેસ, પ્રોહી પીધેલ ૧૮ કેસ, પ્રોહીબિશન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ૭૨ ઈસમોને ચેક કરી કાર્યવાહી કરી હતી.

તા.૩૧/૧૨/૨૦૨૪ ના રાત્રીના નવા વર્ષની ઉજવણી નિમીતે લોકો દ્વારા રાત્રીના મોડે સુધી હોટેલો, ફાર્મહાઉસ, કલબો, પ્રાઇવેટ પાર્ટી પ્લોટ, વિગેરે જાહેર સ્થળોએ ડાન્સ ડીનર પાર્ટીના કાર્યક્રમો યોજાતા હોય તેમાં યુવક યુવતિઓ નશીલા પદાર્થોનું સેવન કરી આવતા હોય સામાન્ય બોલાચાલીના કારણે મારામારીના તથા યુવતિઓની છેડતી જેવા ગંભીર પ્રકારના બનાવ બનતા હોય છે. તેમજ જાહેર રસ્તા ઉપર વાહનો બેફામ રીતે લોકોની જીદગી જોખમમાં મુકાય તે રીતે હંકારી જાહેર જનતામાં ભય અને ત્રાસનુ વાતાવરણ ફેલાવતા હોય આ અંગે તકેદારી રાખવા અને નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે મોરબી જીલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આ ઉજવણી દરમિયાન જીલ્લાના મુખ્ય ધોરીમાર્ગો, તથા અગત્યના માર્ગો ઉપર ટ્રાફીક જામ ન થાય તે સારૂ પોલીસ અધિક્ષક મોરબી નાઓની અધ્યક્ષતામાં મોરબી જીલ્લામાં કોમ્બીંગ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ.

જેમાં પોલીસે પ્રોહી સફળ કેસ -૩૭, પ્રોહી પ્રવૃતિ સાથે સંકડાયેલ ઇસમો ચેક – ૭૨, શકાસ્પદ વ્યકિત ચેક કરેલ -૧૧૦, ફાર્મ હાઉસ ચેક -૨૪, ગેસ્ટ હાઉસ ચેક – ૩૩, એમ.સી.આર. કુલ- ૩૮,- MVA-૨૦૭ મુજબ વાહન ડીટેઇન -૦૭, પ્રોહી પીવાના કેસ – ૧૮, એમ.વી.એકટ ૧૮૫ કેસ – ૧૩,- શકાસ્પદ વાહનો – ૬૮૫, હોટલ ચેક – ૪૪, એમ.વી.એકટ એન.સી. – ૫૭, સ્થળ દંડ – રૂ.૧૪૭૦૦ કરી કાર્યવાહી કરી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર