Monday, April 28, 2025

નવા મહેન્દ્રનગર પાસેથી ગુમ થયેલ બાળકનું માતા પિતા સાથે મિલન કરાવતી મોરબી પોલીસની “SHE TEAM”

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના નવા મહેન્દ્રનગર પાસેથી ગુમ થયેલ બાળક મળી આવતા બાળકનુ તેના માતા પિતા સાથે મોરબી સીટી બી ડીવીઝન પોલીસની “SHE TEAM” દ્વારા મીલન કરાવ્યું હતું.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન આજે આશરે સવારના અગિયાર વાગ્યેની આસપાસ નવા મહેન્દ્રનગર પાસેથી આશરે ઉ.વ.૦૫ નુ વાલીવારસ વગરનું બાળકી મળી આવતા જેથી તેને સાથે રાખી તુરંત સ્થળ ઉપર બાળકીના વાલીવારસ શોધવા પ્રયત્નો કરેલ પરંતુ વાલીવારસ મળી આવેલ નહિ જેથી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવેલ અને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ની સી ટીમે બાળકીનો કબ્જો સંભાળી અને તેના વાલી વારસ શોધવા માટે કવાયત શરૂ કરતા સી ટીમના સ્ટાફે હિન્દીમાં બોલતા બાળકીને કાલીધેલી ભાષા આધારે સમજવાનો પ્રયત્ન કરી અને બાળકીને સાથે રાખી તેના વાલીને શોધવા કવાયત કરી ખુબજ ટૂંકા સમયમાં મોરબી મહેન્દ્રનગર પાસે આવેલ હનુમંત એપાર્ટમેન્ટમાં વોચમેનનું કામ કરતા નામે મનોજભાઇ બલબીરભાઇ થાપા ઉ.વ.૩૦ વાળાને શોધી ખાત્રી કરી અને મળી આવેલ બાળકી ઉ.વ.૦૫ વાળીને તેના વાલીને સોંપી આપેલ અને માતા પિતા તેની બાળકીને શોધતા હોય બાળકી મળી જતા રાહતનો શ્વાસ લીધેલ હતો. આમ એક બાળકીને તેના માતા પિતા સાથે મિલન કરાવવામાં મોરબી સીટી બી ડીવી પોલીસ “SHE TEAM” ને સફળતા મળેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર