Thursday, January 23, 2025

મોરબી સહિત નવી મહાનગરપાલિકાઓની વર્ગ 1 અને 2ની જગ્યાઓ GPSC દ્વારા ભરવા રાજ્ય સરકારનો નિર્ણય

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગુજરાતની મહાનગર પાલિકાઓમાં ભરતી પ્રક્રિયાને લઈને સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યમાં જાહેર કરાયેલી નવી મહાનગર પાલિકાઓમાં ક્લાસ 1 અને 2ના પદ પર ભરતી કરવાને લઈને સરકારે મંજૂરી આપી છે. ભરતી પ્રક્રિયા GPSC દ્વારા હાથ ધરવામાં આવશે. સમગ્ર મામલે GPSCના ચેરમેન હસમુખ પટેલે પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે. 

ગુજરાતમાં 9 નવી મહાનગર પાલિકાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, નડિયાદ, વાપી, નવસારી, મહેસાણા, ગાંધીધામ અને પોરબંદરને મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જ્યારે રાજ્ય સરકારે નવી જાહેર કરાયેલી મહાનગર પાલિકાઓમાં ભરતીને લઈને જગ્યા ભરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

આ મામલે GPSCના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ‘રાજ્યની મહાનગરપાલિકાઓની વર્ગ 1 અને 2ની જગ્યાઓ જીપીએસસી દ્વારા ભરવા રાજ્ય સરકારનો નિર્ણય. જગ્યાઓની વિગતો પ્રાપ્ત થતા આયોગ ભરતીની કાર્યવાહી ઝડપથી શરૂ કરશે.

આ બાબતે કેટલાક સૂચનો પણ રજૂ કર્યા છે જે નીચે મુજબ છે

(૧) મહાનગરપાલિકાઓ હસ્તકની વર્ગ-1 અને વર્ગ-2ની જગ્યાઓનાં ભરતી નિયમો સામાન્ય વહીવટ વિભાગના “ભરતી નિયમો ઘડતી વખતે વિચારણા લેવાની બાબતો અંગે માર્ગદર્શક સૂચનાઓ” અંગેના તા.14.02.2019 ના ઠરાવ ધ્યાનેનાં રહેશે.

(2) મહાનગરપાલિકાઓ હસ્તકની જગ્યાની સીધી ભરતી આયોગ મારફત કરવા માટે સંબંધિત મહાનગરપાલિકાએ તેઓની સામાન્ય સભા/સક્ષમ સત્તાની મંજૂરી મેળવીને દરખાસ્ત આયોગ ને મોકલી આપવાની રહેશે.

(3) સંબંધિત મહાનગરપાલિકા દ્વારા સામાન્ય વહિવટ વિભાગના “માંગણીપત્રક (Requisition) નો નમૂનો અદ્યતન કરવા અંગે”ના તા.12.12.2024ના પરિપત્ર અને વખતો વખતના નિતી-નિયમોને ધ્યાને લઈને માંગણીપત્રક, ભરતી નિયમો, પરિક્ષા નિયમો(Examination Rules) સહિતની મ્યુનિસિપલ કમિશનરની સહી સાથેની દરખાસ્ત આયોગ ને કાર્યવાહી અર્થે મોકલી આપવાની રહેશે.

(4) મહાનગરપાલિકાઓ હસ્તકની જગ્યાના ભરતી નિયમોમા સીધી ભરતીની જોગવાઈ, રાજ્ય સરકાર હસ્તકની સમાન પ્રકારની જગ્યાની સીધી ભરતીની જોગવાઈ સાથે સુસંગત હોય તો તેવી જગ્યાઓની સીધી ભરતી GPSC મારફતે કરી શકાશે. અથવા તો, જે જગ્યા રાજ્ય સરકારની જગ્યાઓ સાથે સુસંગત ન હોય તે જગ્યાઓની સીધી ભરતી આયોગ મારફતે અલગથી જાહેરાત આપી કરી શકાશે.

(5) મહાનગરપાલિકાઓ હસ્તકની જે જગ્યાઓની સીધી ભરતી કરવા બાબતે દરખાસ્ત આયોગ ને પ્રાપ્ત થાય તે જગ્યાઓ પર જ સીધી ભરતી આયોગ મારફતે કરવાની થશે.

(6) મહાનગરપાલિકાઓ હસ્તકની આયોગ મારફત ભરવામાં આવેલ જગ્યાઓ સંબંધિત મહાનગરપાલિકાઓની ગણાશે. આ જગ્યાઓ રાજ્ય સરકારની જગ્યાઓ ગણાશે નહીં

(7) સીધી ભરતીની કાર્યવાહિ માટે જે પણ ખર્ચ થાય તે ખર્ચ સબંધિત મહાનગરપાલિકાએ આયોગ ને ચૂકવવાનો રહેશે. રાજ્ય સરકારે કોઈ પણ પ્રકારનો ખર્ચ ચૂકવવાનો રહેશે નહીં.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર