બેદરકારી : ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં બાળકનું મોત
મોરબીમાં મોટી ફી ઉઘરાવી પ્રાઇવેટ સ્કૂલોમાં સ્વિમિંગ સહિત અન્ય ઘણી બધી એક્ટિવિટી શીખવાડવામાં આવતી હોઈ છે
ત્યારે આવીજ એક પ્રાઇવેટ સ્કૂલ આવેલી છે જેનું નામ છે ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ જેમાં સ્વિમિંગ, ટેબલ ટેનિસ, ખોખો જેવી ઘણી બધી રમતો શીખવાડવામાં આવે છે પરંતુ ગઈકાલે એક બનાવ બન્યો છે જે વિષય વાલીઓ માટે લાલ બત્તી સમાન સાબિત થયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબીમાં આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં આવેલ સ્વિમિંગ પુલમાં ન્હાવા જતા પ્રીત ગિરીશભાઈ ફળદુ ઉ.વ.16 નામના સગીર વિદ્યાર્થીનું પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું.અને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ડેડ બોડી ને લઇ જવા માં આવી હતી. આ ફળદુ પરીવાર મૂળ જૂનાગઢ જિલ્લાના વતની હોઈ અને રવાપર ધુનડા રોડ પર હાલ રહેતા હોઈ તેવી માહિતી સામે આવી છે.
ત્યારે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ પ્રીત ફળદુ નામનો વિદ્યાર્થી જ્યારે સ્વિમિંગ પુલમાં ન્હાવા પડ્યો ત્યારે ત્યાં હાજર કોચનું ધ્યાન ન હતું અને વિદ્યાર્થી નાહવા પડ્યો અને તે ડૂબી ગયો અને ડૂબી ગયા બાદ તેમની બોડી પાણીમાં તરતી જોવા મળી ત્યાં સુધી કોચ અને સ્કૂલ આ વાત થી અજાણતા હતા જ્યારે બોડી પાણીમાં ઉપર તરતી આવી ત્યારબાદ કોચ અને સ્કૂલને જાણ થઈ હતી તેવી વાતો વહેતી થઈ છે.જો ખરેખર આવું જ બન્યું હોય તો આ બહુ મોટી બેદરકારી ગણાય. વાલીઓ પોતાના બાળકોને મસમોટી ફી આપી આવી સ્કૂલમાં સ્વિમિંગ જેવી તો સવલતો મેળવતા હોઈ છે. પરંતુ આવી જો ખરેખર બેદરકારી રાખવામાં આવી હોઈ અને કોઈ નો વ્હાલસોયા ડૂબી જાય તો જવાબદાર કોણ?
જોકે આ બનાવ અંગે ટંકારા પોલીસે એડી નોંધ કરી વધુ તપાસ કરી રહી છે. અને આશા રાખીએ કે કોઈ રાજકીય દબાણ વગર આ બનાવની યોગ્ય તપાસ થશે.કેમ કે આ સ્કૂલ રાજકીય વગદારની હોઈ અને એનકેન પ્રકારે મામલો રફે દફે કરવાનાં પ્રયાસો થઈ રહ્યા ના સમાચાર સુત્રો પાસેથી મળી રહ્યા છે