ટંકારા: નેકનામ ઇડન પોલીપેક કારખાનામાં ઝેરી જનાવર કરડી જતા બાળકનું મોત
ટંકારા: ટંકારાના નેકનામ ઇડન પોલીપેક કારખાનામાં પાણીની કુંડીમા પડી જતા કોઈ ઝેરી જનાવર કરડી જતા માસુમ બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ટંકારાના નેકનામ ઇડન પોલીપેક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા રાજકુમાર રોશનકુમાર શાહ (ઉ.વ.૦૩) ગત તા.૨૪-૦૫-૨૦૨૪ ના રોજ કારખાનામાં રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા ઝેરી જનાવર કરડી જતા માસુમ બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.