મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર ચોકડી નજીકથી એક યુવાનને બ્લેન્ડર્સ પ્રાઇડ દારૂની 10 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર ચોકડી નજીકથી ભરતભાઇ દેવાયત્તભાઇ મૈયડને પાસ પરમીટ કે આધાર વગર બ્લેન્ડર્સ પ્રાઇડ રેર પ્રિમીયમ વ્હિસ્કીની 10 બોટલ કિંમત રૂપિયા 8500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.
