આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હોઈ કે હળવદ તાલુકાના નવા ઘાટીલા ગામે પટેલ સમાજ ની વાડીની બાજુમાં રોડ પર જાહેરમાં અમુક ઇસમો જાહેરમાં જુગાર રમતા હોઈ ત્યારે પોલીસ દ્વારા હકીકત વાળી જગ્યા પર રેઇડ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા જગ્યા પર થી આરોપી
(૧) મુસાભાઈ પારડી
(૨) વાસુદેવભાઇ એરવાડિયા
(૩) બાલજીભાઈ જગોદરા
(૪) રમેશભાઈ સિંધવ
(૫) દેસરભાઈ પરમાર
(૬) શૈલેષભાઈ આડેસરા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા આ તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. ઉપરાંત તેમની પાસે થી ૧૨,૩૦૦/- ની રોકડ રકમ કબ્જે કરવામાં આવી છે. ત્યારે આ તમામ વિરૂદ્ધ જુગારધારા અંતર્ગત ગુન્હો નોંધી કાયૅવાહી હાથ ધરવામાં આવી છે.
