મોરબી: નવયુગ પ્રેપ સેક્શન નવયુગ ઇંગ્લીશ મીડીયમની બંને બ્રાન્ચના એન્યુઅલ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના નાના બાળકોએ અલગ અલગ થીમ પર પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. જેમકે સોશિયલ મેસેજ થીમ, પ્રી સ્કૂલની શિક્ષણ પદ્ધતિ થીમ , એન્ટરટેનમેન્ટ થીમ આ સાથે સાથે ઘણા સ્ટુડન્ટ્સે એન્કરીંગ કરીને આટલી નાની ઉંમરે એક પ્રતિભાશાળી વક્તા જેવું પ્રદર્શન કર્યું હતું.
આ ઉપરાંત સ્કૂલના બાળકોના મમ્મી અને પપ્પા એ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને ખુબ સરસ કૃતિનું પર્ફોમન્સ કહ્યું હતું અને આ તમામ પ્રોગ્રામને સફળ બનાવવા માટે ડિરેક્ટર દુષ્યંતભાઈ પટેલ અને પ્રિન્સિપલ બીનાબેન, વિભાબેન અને કોઓર્ડીનેટર રશ્મિબેન અને હેતલબેનના નેતૃત્વ હેઠળ નવયુગ પ્રેપ સેક્શનની ત્રણેય સ્કુલના તમામ કોર્ડીનેટર અને ટીચર્સ નવયુગ એકેડમીના તમામ સ્ટાફ મિત્રોએ કાર્યક્રમ ને સફળ બનાવવામાં ખુબ મહેનત કરી હતી.
આ કાર્યક્રમમાં પ્રમુખ કાંજીયા, રંજનબેન કાંજીયા શિક્ષણ વિભાગના વડાલિયા ગરચર, જીતુભાઇ એરવાડીયા, જીલેશભાઈ કાલરીયા, શાળા સંચાલક મંડળમાંથી નિલેશભાઈ કુંડારીયા, હર્ષદભાઈ કાવર, યોગેશભાઈ ઘેટીયાએ ઉપસ્થિત રહી સ્ટાફ અને બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા અને તમામ પેરેન્ટ્સનો પણ ખૂબ સપોર્ટ રહ્યો હતો.
મોરબી જીલ્લા પોલીસ દ્વારા માથાભારે ઇસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ટંકારા પંથકમાં માથાભારે ઈસમનું ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા માથાભારે ઇસમ વિરુદ્ધ ટંકારા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તાર મમા અવાર નવાર ગુના કરવાની ટેવ ધરાવતા માથાભારે ઇસમ રોહિત...
પૂર્વ સાંસદ રામજીભાઈ માવાણી, રમાબેન માવાણી, જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબીના સામાજીક, સેવાકાર્યોને બિરદાવી મોમેન્ટો સાથે સંસ્થાના સભ્યોને સન્માનિત કરાયા
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી સ્થિત મહિલાઓ દ્વારા સ્થાપિત અને સંચાલિત મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા અનેક પ્રકારના શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, મહિલા સશક્તિકરણ, રાષ્ટ્રીય...
ગત રાતી ના રોજ મોરબીના કેનાલ રોડ પાસે આવેલ અવની ચોકડી પાસે એક 20 વર્ષીય દીકરીની છેડતી બાબતે એક શખ્સ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે
ત્યારે આ સમગ્ર મામલે મળતી માહિતી મુજબ આ કામની ફરિયાદી દીકરી પોતે ગતરાત્રિના રોજ તેમના માસી ને તેડવા માટે...