Friday, September 20, 2024

નવયુગ મહિલા સાયન્સ કોલેજ માં ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ ” International Microorganisms Day “ની ઉજવણી કરવામાં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ વિશ્વમાં International Microorganisms Day ની ઉજવણી કરવામાં આવે છે.

નવયુગ મહિલા સાયન્સ કોલેજ ના માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના T.Y.B.Sc માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા ઉજવણી કરીને આ દિવસને ખાસ બનાવવામાં આવ્યો હતો.

આ દિવસે વિદ્યાર્થીનીઓ એ માઈક્રોબાયોલોજી વિષયને અનુલક્ષીને ઘણી બધી પ્રવૃત્તિઓ કરી હતી. જેની અંદર તેઓ એ “માઇક્રોઓર્ગેનિઝમ્સ લેટરીંગ ડિસ્પ્લે” એટલે કે “ઈ. કોલાઇ” બેક્ટેરિયાને પ્લેટ્સ પર ગ્રો કરાવી ને અલગ અલગ આલ્ફાબેટ્સ ડિસ્પ્લે કરેલ કે જેમાં વિદ્યાર્થીનીઓએ પોતાની કૉલેજ નું નામ “NAVYUG 2022” લખ્યુ હતું. આ ઉપરાંત તેઓએ માઈક્રોબાયોલોજી વિષય આપણી લાઈફ સ્ટાઇલ સાથે કેવી રીતે જોડાયેલો છે એ સમજાવવા માટે તેમને કાર્ટુનીંગ આર્ટ તેમજ એચ.આઈ.વી. અને એઇડ્સ જેવા ઘાતકી રોગ પ્રત્યે જાગૃતી લાવવા માટે અલગ અલગ પોસ્ટર પ્રેઝન્ટેશન કરીને B.Sc., M.Sc., D.M.L.T.ની વિદ્યાર્થીનીઓને પુરતી માહિતી આપી હતી.

આ આયોજનને સફળ બનાવવા માઈક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના અધ્યાપકો અને પ્રિન્સિપાલ ડૉ.વરૂણ ભીલાએ વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું.

આ સુંદર અને જ્ઞાનવર્ધક ઉજવણી માટે સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા સાહેબએ વિદ્યાર્થીનીઓને અભિનંદન આપ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર