Monday, March 10, 2025

નેશનલ હાઇવે રોડ ઉપર લેન ડ્રાઇવીંગનો અમલ કરાવતી મોરબી ટ્રાફિક પોલીસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જીલ્લામાં તા.૦૭ માર્ચ થી તા.૧૬ માર્ચ દશ દિવસની લેન ડ્રાઇવીંગની ડ્રાઇવ રાખવામાં આવેલ છે. જેમાં નેશનલ હાઇવે ઉપર ટ્રાફિમ નિયમોનુ પાલન કરાવવા માટે ભારે વાહનો રોડની ડાબી સાઇડ ચાલે તે માટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પસાર થતા નેશનલ હાઇવે ઉપર અલગ અલગ જગ્યાએ રોડ ઉપર પોલીસની અલગ અલગ ટીમો બનાવી ને.હા રોડ ઉપર ચાલતા ભારે વાહનનો લેન ડ્રાઇવીંગનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને રોકી લેન ડ્રાઇવીંગ કરવા બાબતેની વાહન ચાલકોને સમજ આપવામાં આવે છે.

તેમજ ઓછી ગતીએ ચાલતા વાહનોને પણ રોડની ડાબી સાઇડ વાહન ચલાવવા માટેની સમજ આપવામાં આવે છે. તેમજ જીલ્લા ટ્રાફિક શાખા દ્રારા લેન ડ્રાઇવીંગ બાબતે ભારે વાહન ચાલકોને સુચના આપવા તેમજ લેન ડ્રાઇવીંગ બાબતેની પ્રસિધ્ધ માટે એક ઓટો રીક્ષામાં લાઉડસ્પીકર માઇક દ્રારા ગુજરાતી તથા હિન્દી ભાષામાં મોટા અવાજે સુચનાઓ આપવામાં આવે છે. તેમજ રોડ ઉપર ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેની પુરી તકેદારી રાખવામાં આવે છે. અને રોડ ઉપર ભારે વાહનોના ચાલકોને લેન ડ્રાઇવીંગ કરાવા માટે ચુસ્ત પાલન કરાવવામાં આવે છે. જેથી રોડ ઉપર લેન ડ્રાઇવીંગનો અમલ કરવામાં આવે તો રોડ ઉપર બનતા ગંભીર અકસ્માતો રોકી શકાય. તેમજ તમામ ટ્રાન્સપોર્ટ ના માલીકોને પોતાના ભારે વાહનોના ચાલકોને લેન ડ્રાઇવીંગ કરવા બાબતે સમજ કરવા તમામને મોરબી પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર