Friday, September 20, 2024

નેશનલ ગેમ્સ અન્વયે મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ૧૨ સપ્ટેમ્બરે નવયુગ કોલેજ – મોરબી ખાતે યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

નેશનલ ગેમ્સ અંગે જાગૃતિ અભિયાન અંતર્ગત કલેકટર જે. બી. પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

નેશનલ ગેમ્સ અંગે જાગૃતિ અભિયાન અંતર્ગત યોજાનાર વિવિધ કાર્યક્રમોના આયોજન અન્વયે કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં કલેક્ટર જે.બી. પટેલે સંબંધિત વિભાગોને ૧૨ થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન જાગૃતિલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા જણાવ્યું હતું. ૨૯ સપ્ટેમ્બર થી ૧૨ ઓક્ટોબર દરમિયાન પણ વિવિધ રમતગમત તથા સંબંધીત આયોજનો કરવા સૂચનો કર્યા હતા. ઉપરાંત જ્યાં જ્યાં કાર્યક્રમ યોજાનાર છે ત્યાં યોગ્ય વ્યવસ્થાઓ કરવા પણ સંબંધિતોને સુચના આપી હતી.

રાજ્ય અને કેન્દ્ર સરકારની સંયુક્ત ભાગીદારીથી તારીખ ૨૯ સપ્ટેમ્બર થી ૧૨ ઓક્ટોબર દરમ્યાન ૩૬મી નેશનલ ગેમ્સ ગુજરાત રાજ્યમાં યોજાનાર છે ત્યારે ૧૨ થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમો અન્વયે ૧૨ સપ્ટેમ્બરે મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નવયુગ કોલેજ – મોરબી ખાતે યોજાશે. ૧૩ સપ્ટેમ્બરના રોજ હળવદ, વાંકાનેર તથા મોરબી તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાશે. ૧૪ તારીખે જિલ્લાની બાકી રહેતી તમામ કોલેજો ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે. ઉપરાંત તારીખ ૧૫ અને ૧૬ દરમિયાન જિલ્લાની તમામ શાળાઓ ખાતે પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન. કે. મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ તથા ઈશિતાબેન મેર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, હળવદ પ્રાંત અધિકારી હર્ષદિપ આચાર્ય, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર વાય.એમ.વંકાણી, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, જિલ્લા આયોજન અધિકારી જીગ્નેશ બગીયા, જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ, ઇન્ચાર્જ જિલ્લા રમત-ગમત અધિકારી રવિભાઇ તથા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સર્વ તેમજ નાયબ મામલતદાર સર્વશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર