મોરબીના મહેન્દ્રનગર ગામે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ નાટકમાં અભિનયનો ઓજસ પાથરતા મહાસંઘના પ્રચાર મંત્રી હિતેશ પાંચોટીયા
કલી કલી મેં મહક છુપી હૈ ખીલને ભર કી દેર હૈ l
હર વ્યક્તિ મેં કલા છુપી હૈ દિલ સે બહાર નિકાલને કી દેર હૈ l
શિક્ષક એ સમાજનો ક્રાંતિકારી સૂર્ય છે, જે સમાજ માટે,બાળકો માટે કંઈક ને કંઈક નાવીન્યપૂર્ણ પ્રવુતિ કરી,સેવાકીય પ્રકલ્પો કરતાં હોય છે,એવી રીતે મહેન્દ્રનગર ખાતે ગૌસેવા યુવક મંડળ દ્વારા ગૌ માતાના લાભાર્થે આયોજીત મહાન ઐતિહાસિક નાટક *સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ* નાટકનું ભવ્ય દિવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સહ સંગઠન મંત્રી અને પાનેલી પ્રાથમિક શાળાના ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષક હિતેશભાઈ પાંચોટીયાએ *સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ* ની મુખ્ય ભૂમિકામાં અભિનયના ઓજસ પાથરી સૌના મન મોહી લીધા હતા.પ્રેક્ષકો એમના એક એક સંવાદ, ડાયલોગ અને એમના અભિનયકલા પર આફરીન પોકારી ગયા હતા અને છુટા હાથે ગૌ સેવાના લાભાર્થે ધનરાશી અર્પણ કરીને ગૌમાતાની સેવાનો લાભ મેળવ્યો હતો.