મોરબીમાં નશીલા દ્રવ્યોનું વેચાણ ફરી સામે આવ્યું:પાન એન્ડ ટી સ્ટોલમાંથી સીરપનો જથ્થો ઝડપાયો
મોરબી જીલ્લામાં તાજેતરમાં આયુર્વેદિક સીરપના નામે વેચાતા નસીલા દ્રવ્યનું પ્રમાણ વધ્યું છે ત્યારે પોલીસ દ્વારા સમયાંતરે દરોડા પાડીને સીરપની બોટલો કબજે કરવામાં આવી રહી છે એવામાં ફરી એક વખત સીરપનો જથ્થો પકડાયો છે જેમાં મોરબીના રફાળેશ્વર પાનેલી રોડ પર પાનથી દુકાનમાંથી આયુર્વેદિક સીરપનો જથ્થો કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
મળતી મુજબ મોરબી જીલ્લાના આયુર્વેદિક સીરપના નામે વેચતા નસીલા દ્રવ્યને ડામવા માટે પોલીસ કાર્યરત છે ત્યારે મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન રફાળેશ્વર પાનેલી રોડ પર સીમોરા સિરામીક પાસે “જય દ્વારિકાધીશ પાન એન્ડ ટી સ્ટોલ” નામની દુકાનમાંથી નશીલી આયુર્વેદિક સીરપની બોટલ નંગ ૩૦ કીમત રૂ.૪૫૦૦ શંકાસ્પદ ચીજ વસ્તુ તરીકે સી આર પી સી કલમ ૧૦૨ મુજબ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.તો દુકાનદાર બાબુભાઈ માધાભાઈ ગમારા સામે પણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે