Thursday, February 13, 2025

મોરબીના નાની વાવડી ગામે દશામાંની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને નવરંગ માંડવાનું આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના નાની વાવડી ગામે દશામાં ગોપી મંડળ તથા દશામાં મિત્ર મંડળ દ્વારા તા. ૧૪-૦૭-૨૦૨૪, રવિવાર થી તા.૧૬-૦૭-૨૦૨૪, મંગળવાર સુધી દિવ્યાતી દિવ્ય તથા ભવ્યાતી ભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ ભાવિક ભકતજનો દર્શનનો લાભ લેવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

ત્રિદિવસીય દશામાંની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં માંગલિક અવસરો પ્રથમ દિવસ તા. ૧૪-૦૭- ૨૦૨૪, રવિવાર દેહશુદિધ્ધ, ગણેશ પુજન તથા સ્થાપિત પુજન જલયાત્રા, અગ્નિ સ્થાપન (ગ્રહ હોમ), સાંચ પુજા આરતી કરવામાં આવશે જ્યારે દ્વિતીય દિવસે તા. તા.૧૫-૦૭- ૨૦૨૪,સોમવાર ગણેશ પુજન, સ્થાપિત દેવ પુજન, પ્રાસાદ વાસ્તુ, શાન્તિક પૌષ્ટિક હોમ, દેવ નગરયાત્રા, કુટીર યજ્ઞ, ધાન્યાધિવાસ અને તૃતીય દિવસ તા.૧૬-૦૭-૨૦૨૪, મંગળવાર ગણેશ પુજન, સ્થાપિત દેવ પુજન, મૂર્તિસ્થપન વિધી, મૂર્તિ પ્રતિષ્ઠા, યજ્ઞ પૂર્ણાહુતી, મહાઆરતીનું આયોજન કરાયું છે.

યજ્ઞનો પ્રાંરભ આચાર્ય સિધ્ધાર્થભાઈ જોષી તા. ૧૬-૦૭-૨૦૨૪ને મંગળવાર ના રોજ સવારે ૮:૦૦ કલાકે કરાવશે અને તા.૧૬-૦૭-૨૦૨૪ ને મંગળવારે બપોરે ૩:૩૦ કલાકે યજ્ઞ પુર્ણાહુતી કરવામાં આવશે.

તેમજ નાની વાવડી ગામે દશા માતાજીના નવરંગ માંડવનુ આયોજન તા. ૧૬-૦૭-૨૦૨૪ ને મંગળવારના કરેલ છે તેમજ મંગળવારે બપોરે ૧૧:૩૦ કલાકે મહાપ્રસાદનુ આયોજન કરેલ છે.તેની સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમ પણ યોજાશે જેમાં, માતાજીના સામૈયા, થાંભલી રોપણ, થાંભલી વધાવી, ડાકલાની રમઝટ બોલશે વધુમાં આયોજકોએ જણાવ્યુ છે અને માતાજીના નવરંગ માંડવામાં રાવળદેવ ભવદિપભાઈ રાવળ ડાકલાની રમઝટ બોલાવશે. જેથી કરીને ધાર્મિક કાર્યક્રમ અને ડાકલાના કાર્યક્રમનો લાભ લેવા ભાવી ભક્તજનોને જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર