નકલંક મંદિર બગથળા ગામે ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન
મોરબી નજીક આવેલ બગથળા ગામમાં નકલંક મંદિરમાં બિરાજમાન નેજાધારી નકલંક ભગવાનનાં સાનિધ્યમાં તાં. 21- 07-2024 ને રવિવારે ધામ ધુમ થી ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવશે.
જેમાં નકલંક મંદિરનાં મહંત પરમ પૂજ્ય દામજી ભગત સવારે 8:00 કલાકે મહા આરતી કરશે ત્યારબાદ ગુરૂ વંદના કરવામાં આવશે અને છેલ્લે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે. તો મહંત દામજી ભગત તથા ટ્રસ્ટના પ્રમુખ તથા તમામ ટ્રસ્ટીઓ દ્વારા ગુરુપૂર્ણિમાના દિવસે સૌ ભાવિક ભક્તો અને સેવક ગણને આયોજનમાં પધારવા અને દર્શન કરવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.