મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબી તેમજ મહેશ્વરી પ્રગતિ મંડળના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પયોજાયો
બહોળી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેશન કરી માનવધર્મ નિભાવ્યો
મોરબી ખાતે તા ૧૩ ના રોજ ફરી એકવાર મુસ્કાન વેલ્ફેર સોસાયટી અને મહેશ્વરી પ્રગતિ મંડળના સંયુક્ત ઉપક્રમે શહેરના સંસ્કાર બ્લડ બેંક એન્ડ ઈમેઝિંગ સેન્ટર, સનાળા રોડ, મોરબી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં બહોળી સંખ્યામાં લોકોએ હંસતા હંસતા રક્તદાન કર્યું હતુ.
રક્તદાન કરનારાઓ માટે ફળો સાહિતની વ્યવસ્થા સંસ્થાઓ દ્વારા તેમજ બ્લડ સેન્ટર તરફથી જ્યુસની વ્યવસ્થા કરવા સાથે સિર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા. બન્ને સંસ્થાઓ ઉપરાંત સંસ્કાર બ્લડ સેન્ટરના તમામ સભ્યોએ રક્તદાતાઓ માટે સુંદર વ્યસ્વસ્થા કરવા સાથે આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
સુશિક્ષિત મહિલાઓ દ્વારા સ્થાપિત અને સંચાલિત એવા મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યો પોતાની સામાજીક ફરજના ભાગ રૂપે મોરબી પંથકમાં અનેક સામાજીક, શૈક્ષણિક, સેવાકીય, ધાર્મિક કાર્યો કરવા માટે જાણીતા છે, ત્યારે આવતા સમયમાં પણ રચનાત્મક અભિગમ સાથે અનેક સામાજીક, સેવાકીય કાર્યો કરવા માટે કટ્ટીબદ્ધ હોવાનુ સભ્યોની યાદીમાં જણાવાયુ છે.