Monday, March 24, 2025

મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબીનુ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા “પ્રાઉડ ઓફ મોરબી” ના ખિતાબ સાથે સન્માન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પૂર્વ સાંસદ રામજીભાઈ માવાણી, રમાબેન માવાણી, જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબીના સામાજીક, સેવાકાર્યોને બિરદાવી મોમેન્ટો સાથે સંસ્થાના સભ્યોને સન્માનિત કરાયા

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી સ્થિત મહિલાઓ દ્વારા સ્થાપિત અને સંચાલિત મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા અનેક પ્રકારના શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, મહિલા સશક્તિકરણ, રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા સહિતના અનેક સામાજીક, સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે.ત્યારે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આયોજીત કાર્યક્રમ “જાગો ગ્રાહક જાગો” માં મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબીને તેમના સર્વાંગી સમાજ ઉપયોગો અને રચનાત્મક કાર્યો, સામાજીક સેવાઓ બદલ સિલ્ડ આપી સન્માનિત કરવા સાથે તેમના નિઃસ્વાર્થ કાર્યોને બિરદાવ્યા હતા.

મુસ્કાન સંસ્થાના સભ્યોએ પણ લાલજીભાઈ મહેતા સહીત અગ્રણીયોનો આભાર વ્યક્ત કરવા સાથે પોતાની સંસ્થાને મળેલ માન સન્માન સંસ્થાના સભ્યો માટે પ્રેરણા સ્ત્રોત બની રહેવાનું જણાવ્યુ હતુ.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર