Friday, December 27, 2024

જામીન પરથી ફરાર થયેલ ખુનના ગુનાનો કાચા કામનો કેદી ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ખુનના ગંભીર ગુનામાં સંડોવાયેલ કાચા કામના કેદી વચગાળાના જામીન ઉપરથી જેલ ફરારી થયેલ જેને મોરબી પેરોલ મોરબી ફર્લો સ્કવોડ તથા એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી આરોપીને જેલ હવાલે કરાયો.

પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટની સુચના મુજબ મોરબી પોલીસ અધિક્ષકએ મોરબી જીલ્લાના પેરોલ ફર્લો, વચગાળાના જામીન ઉપર છુટેલ, જેલ ફરારી તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓને પકડવા સારૂ ખાસ ઝુંબેશનુ આયોજન કરી પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને ઉપરોકત કામગીરી અસરકારક રીતે કરવા સારૂ જરૂરી માર્ગદર્શન તથા સુચના કરતા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ, મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા સારૂ પ્રયત્નશીલ હતા.

તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, માળીયા મિંયાણા પોલીસ સ્ટેશન એ આઇ.પી.સી કલમ- ૩૦૨,૫૦૪,૧૧૪ વિ. મુજબના ગુન્હાના કામે ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ ખાતેથી દિન-૦૭ ના ટેમ્પરરી જામીન મેળવી જેલ મુકત થયેલ હોય જે કાચા કામનો કેદી રજા પૂર્ણ થતાં પરત મોરબી જેલમાં હાજર નહી થઇ વચગાળાના જામીન ઉપરથી જેલ ફરાર થયેલ જે કાચા કામના કેદી સુનિલભાઇ લાભુભાઇ કોરડીયા રહે વેણાસર તા.માળીયા(મી) જી.મોરબી વાળો હળવદ તાલુકાના માનગઢ ગામની સીમમાં હોવાની બાતમી મળેલ હોય જે બાતમીના આધારે સ્ટાફ સાથે તપાસ કરતા કાચા કામનો કેદી સુનિલ લાભુભાઇ કોરડીયા (કોળી) ઉવ-૩૦ રહે. મુળ વેણાસર તા.મા.મી. જી.મોરબી હાલ રહે.મધુપુર તા.જી.મોરબી વાળો મળી આવતા તેને હસ્તગત કરી મોરબી સબ જેલ હવાલે કરવામાં આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર