મુંબઈ પોલીસે કોરોનાથી જનતાનું રક્ષણ કરવા કોઈ કસર બાકી રાખી નથી. નિયમોનું ઉલ્લંઘન કરનારને દંડ, દેડકા જેવા કૂદકા, મરઘો બનાવવો જેવી વિચિત્ર સજા પણ અમુક લોકોને કરી છે. જોકે હવે સોશિયલ મિડિયા પર મુંબઈ પોલીસે બોલીવૂડ અને ફિલ્મી સ્ટાઈલમાં કોરોનાથી બચવાના ઉપાય કહ્યા છે.અલગ અલગ કલાકારોના ફોટો, તેમનાં નામ, તેમના ફિલ્મના ફેમસ ડાયલોગનો ઉપયોગ કરીને કોરોનાના નિયમોનું પાલન કરવા બાબતે જનજાગૃતિ કરી છે. અમિતાભના ફોટો સાથે ઐસે માસ્ક પહનના ભી કોઈ માસ્ક પહનના હૈ લલ્લુ એવું પૂછ્યું છે. માસ્ક નહીં લગાવવો તે આપણી પરંપરા, પ્રતિષ્ઠા અને શિસ્તની વિરુદ્ધ છે એવી કેપ્શન આ ફોટોને આપવામાં આવી છે.
દીપિકાના ફોટોસાથે એક છોટે સે માસ્કની કિંમત તુમ ક્યાજાનો રમેશ બાબુ, સુરક્ષાનું સર્વોત્તમ સાધન હોય છે એવ નાનો માસ્ક એવું કહીને માસ્ક જરૂર લગાવો એવો અનુરોધ કર્યો છે. અભિનેત્રી કાજોલના ફોટો સાથે ચીટર, ચીટર, ચીટર, ધેડ્સ વ્હોટ યુ આર… મેરા હાથ મેં સેનિટાઈઝર હૈરાજ, કારણ સેનિટાઈઝ કિયાતો ડરના ક્યા એમ કહીને હાથ સ્વચ્છ રાખવાની સલાહ આપી છે.આયુષમાનના ફોટો સાથે આજે વધુ સાવધાન રહો, જેથી દરરોજ શુભમંગલ રહેશે. ડ્રીમ ગર્લને મળવા જવાનું તમને મોંઘું પડી શકે છે.આથી આવી બેવકૂફિયા ટાળો એમ કહીને કપલ્સને પોતાની પર કાબૂ રાખવાની સલાહ આપી છે. રાજેશ ખન્નાના ફોટો સાથે પુષ્પા વ્હી હેટ રૂલ બ્રેકર્સ… સ્ટે હોમ રે… એવું કહીને આ સર્વ નિયમોનું સખતાઈથી પાલન કરો, ઘરે જ રહો એવો અનુરોધ કર્યો છે.અંતે રણવીરના ફોટો સાથે ચીતે કી ચાલ, બાઝ કી નજર ઔર વાયરસ કે સ્પ્રેડ પર સંદેહ નહીં કરતે. કભી ભી ઈન્ફેક્ટ કર સકતે હૈ. બહાર નીકળવા અપના ટાઈમ આયેગા… પણ લોકડાઉન પૂરો થયા પછી એવો વિશ્વાસ પણ પોલીસે આપ્યો છે.