કોરોનાની ત્રીજી લહેર આવ્યા પછી અને કટોકટીની સ્થિતિ નિર્માણ ન થાય એ માટે મુંબઈ મહાપાલિકા સતર્ક થઈ છે. ભવિષ્યમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે એ માટે મહાપાલિકાએ અત્યારથી જ તૈયારી શરૂ કરી છે. એના જ ભાગ તરીકે 2000 લીટર મિનિટ દીઠ અને 3000 લીટર મિનિટ દીઠ ઓક્સિજન ઉત્પાદન મશીન ઊભા કરવાની તૈયારી મહાપાલિકાએ શરૂ કરી છે. એ સાથે જ વિવિધ હોસ્પિટલોમાં 10 લીટર મિનિટ દીઠ ક્ષમતાના લગભગ 1200 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ઉપલબ્ધ કરવાનો મહાપાલિકાનો વિચાર છે. રાજ્ય સરકારે મુંબઈને દરરોજ 235 મેટ્રિક ટન ઓક્સિજન આપવાનું નક્કી કર્યું છે. જોકે વાસ્તવિકતામાં મુંબઈને દરરોજ 275 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર છે. જરૂરત અને મળતા સ્ટોકના તફાવતને ધ્યાનમાં રાખતા શક્ય ત્યાં ઓક્સિજનનું જતન અને કરસકરથી ઉપયોગ કરવાનો નિર્દેશ તમામ હોસ્પિટલોને આપવામાં આવ્યો છે એમ અતિરિક્ત મહાપાલિકા કમિશનર પી. વેલારાસુએ ઓક્સિજનના નિયોજનની માહિતી આપતા જણાવ્યું હતું. ભવિષ્યમાં ઓક્સિજનની અછત નિર્માણ ન થાય એ માટે ઉપાયયોજના કરવામાં આવી રહી છે.
મુંબઈમાં ખાખી વરદીવાળાની અંદર પણ એક બહેતર ઈન્સાન હોય છે તેમ નાગપાડામાં મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જ્ઞાનદેવ પ્રભાકર વારેએ સિદ્ધ કર્યું છે. કોરોનાકાળમાં ઘણા બધા લોકો પોતાના સ્વજનના મૃત્યુ પછી સાથ છોડી દે છે અથવા તેમને કાંધ આપવા માટે કોઈ મળતું નથી. આવા મૃતદેહ પર વારે અંતિમસંસ્કાર કરે છે.વારે પોતાની જવાબદારીઓ પાર પાડવા સાથે પોતાનો જીવ જોખમમાં મૂકીને આ સામાજિક કામ પણ કરે છે.હેડ કોન્સ્ટેબલે 50થી વધુ કોવિડ-19ના મૃતદેહોના અંતિમસંસ્કાર કર્યા છે.