મુંબઈમાં એક વિશેષ અદાલતે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઑફેંશ (POCSO) એક્ટ હેઠણ એક 65 વર્ષીય વ્યક્તિને તેની દીકરી અને સગીર પૌત્રી સાથે કરેલ બળાત્કાર બદલ આજીવન કેદની સજા સંભણાવી હતી. પીડિત મહિલાએ કોર્ટ સમક્ષ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેણી 15 વર્ષની હતી ત્યારથી તેના પિતાએ તેનું જાતીય સતામણી કર્યું હતું. મહિલાએ જણાવ્યું હતું કે તેના લગ્ન પછી તે તેના માતાપિતા સાથે રહેતી હતી. મહિલાએ કહ્યું કે તેના પિતાએ તેને ધમકી આપી હતી કે જો તે આ વાત કોઈને જાહેર કરે તો તે તેના બાળકોને નુકસાન પહોંચાડશે. મહિલાના કહેવા પ્રમાણે, તે તેની માતા સાથે ઘરકામ કરતી હતી જ્યારે તેના પિતા, ભાઈ અને પતિ પેઇન્ટર હતા. આ ઉપરાંત મહિલાએ જણાવ્યું કે વર્ષ 2017 માં એક દિવસ તેની પુત્રી, જે બીજા ધોરણમાં ભણતી હતી, તેણે જણાવ્યું કે,”નાના જ્યારે રાત્રે તેની સાથે સૂતા હોય ત્યારે તેની સાથે ખરાબ વ્યવહાર કરે છે.” પુત્રીની વિગતો સાંભળ્યા બાદ મહિલા તાત્કાલિક પોલીસ મથકે દોડી ગઈ હતી અને તેના પિતા સામે ગુનો દાખલ કર્યો હતો. તમામ પુરાવા અને દલીલો પછી ન્યાયાધીશએ આરોપીને આઈપીસીની કલમ 376 (2) બળાત્કાર અને પોકસો એક્ટ હેઠણ આરોપી દોષી સાબિત થયો હતો. કોર્ટે ચિત્રકારને આજીવન કેદની સજા અને દંડ પણ ફટકાર્યો હતો. દોષિતને પુત્રીને રૂ .50,000 અને પૌત્રીને 25,000 રૂપિયાનું વળતર ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે.